khissu

મગફળીના ભાવમાં મજબૂતાઇનો માહોલ, જાણો આજનાં (27/12/2022) મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં વેચવાલીનો અભાવ અને પિલાણ મિલોની અત્યારે માંગ સારી હોવાથી સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. જોકે ગામડે બેઠા પણ ખેડૂતો નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર ન હોવાથી બજારો ટકી રહ્યા છે. બીજી તરફ મગફળીની આવકો હવે એકદમ ઘટી ગઈ છે અને તેમાં હવે વધારો થવાની ધારણાં નથી. બીજી તરફ સીંગદાણાની બજારમાં પણ વેપારો પાંખા જોવા મળી રહ્યાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે અત્યારે જેની જરૂરિયાત  હોય તેવી જ મગફળીમાં માંગ છે અને નબળી ક્વોલિટીમાં કોઈ લેવાલ નથી. સાઈડ તેલો મજબૂત હોવાથી માત્ર જી-૨૦માંથી બનેલા તેલની જ માંગ છે, પરિણામે જી- ૨૦ મગફળીનાં ભાવ ઊંચા છે.

ગામડે બેઠા ખેડૂતો કોઈ પણ મગફળી રૂ.૧૩૦૦થી નીચે આપવા તૈયાર નથી, સરેરાશ મણે રૂ.૧૦૦ જેવો વધારો થઈ ગયો હોવાથી હવે કોઈને નીચામાં વેચવું નથી અને માલ પણ ખાસ પડ્યો નથી. 

જાડી અને જીણી મગફળીના કાલના (26/12/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001400
અમરેલી8001348
કોડીનાર11341370
સાવરકુંડલા11011371
જેતપુર9611326
પોરબંદર10851325
વિસાવદર9441356
મહુવા12171452
ગોંડલ8151361
કાલાવડ10501429
જુનાગઢ9001336
જામજોધપુર9001350
ભાવનગર12791340
માણાવદર13751376
તળાજા11501380
હળવદ10251310
જામનગર9001360
ભેસાણ8001215
ખેડબ્રહ્મા11201120
સલાલ12001500
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (27/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201278
અમરેલી9001225
કોડીનાર11441400
સાવરકુંડલા10501327
જસદણ11001325
મહુવા10251373
ગોંડલ9201356
કાલાવડ11501359
જુનાગઢ10001269
જામજોધપુર9001250
ઉપલેટા10001269
ધોરાજી9011251
વાંકાનેર8501435
જેતપુર9251290
તળાજા12701565
ભાવનગર11211550
રાજુલા9001250
મોરબી8501508
જામનગર10001400
બાબરા11571273
બોટાદ10001220
ધારી11751301
ખંભાળિયા9001386
લાલપુર11001191
ધ્રોલ10001280
હીંમતનગર11001680
પાલનપુર12511365
તલોદ10501640
મોડાસા9811535
ડિસા12111331
ઇડર12301601
ધનસૂરા10001200
ધાનેરા12021384
દીયોદર11001335
વીસનગર11311161
માણસા12001326
કપડવંજ14001500
સતલાસણા12141350