Top Stories
ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર,GST કલેક્શનમાં 8 % નો થયો વધારો...

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર,GST કલેક્શનમાં 8 % નો થયો વધારો...

સરકારે અધિકૃત રીતે GST  કલેકશનના આંકડા જાહેર કરવાનું અટકાવ્યું છે છતાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જીએસટી સંગ્રહમાં 8 % નો વધારો થયો છે. એટલે એ 2023ના નાણાકીય વર્ષ અનુસાર GST સંગ્રહ 1.61 લાખ કરોડ રૂપિયા હતું જે વધીને 1.74 લાખ કરોડ જેટલું થયું છે.

આ ક્ષેત્રના નિષ્ણાંત સૌરભ અગ્રવાલના મતે આવું મજબૂત પ્રદર્શન અર્થતંત્રમાં આવેલી તેજીનો સંકેત છે. આ તેજી લાવવામાં કર વિભાગની સાથે સાથે વ્યવસાય વિભાગનું પણ એટલું જ પ્રદાન છે. હજુ આગળ ને આગળ આ રીતે GST સંગ્રહ વધતો રહેશે તો મોટાભાગે કાર્યશીલ મૂડીમાં જે અવરોધો આવે એનું સમધાન પણ થઇ શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

પ્રત્યક્ષ રીતે જનતા પાસેથી ટેક્સ વસૂલવાની સરકારની યોજના GOODS AND SERVICES TAX ને સાત વર્ષ પુરા થઇ ગયા છે. 2017માં આ યોજના લાગુ કરવામાં આવી હતી. વિત્ત મંત્રાલયના નિવેદન અનુસાર GSTને લીધે ઘરેલું ઉત્પાદનોની બાબતમાં કરનું પ્રમાણ ઘટ્યું છે અને એને લીધે બધાને ફાયદો થયો છે.