Top Stories
i khedut sahay yojana: ગાય નિભાવ ખર્ચ સહાય યોજના:  રૂપિયા 10,800 ની સહાય મળશે, જાણો યોજનાની સંપૂર્ણ જાણકારી...

i khedut sahay yojana: ગાય નિભાવ ખર્ચ સહાય યોજના: રૂપિયા 10,800 ની સહાય મળશે, જાણો યોજનાની સંપૂર્ણ જાણકારી...

સરકારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનો ઉદ્દેશ ખેતી ખર્ચમાં ઘટાડો કરવો અને ઉત્પાદન વધારવાનો છે. સરકારે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને સહાય માટે યોજના બહાર પાડી છે. આ યોજનાનો લાભ લેવા માટે પ્રત્યેક ખેડૂત પાસે દેશી ગાય હોવી જરૂરી છે.

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ અનુસાર દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત 2021-22 માટે ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પરિપત્ર મુજબ દેશી ગાયના નિભાવ ખર્ચ અર્થે 900 પ્રતિ માસ એટલે કે વાર્ષિક રૂપિયા 10,800 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે? ક્યાં અરજી કરી શકશો? વગેરે માહિતી નીચે આપેલી છે.

અગત્યની તારીખો :
અરજી કરવાની તારીખ :- 30/09/2021 
અરજી કરવાની છેલ્લી તારીખ :- 19/10/2021

ક્યાં ક્યાં પુરાવા જરૂર પડશે?
- આધાર કાર્ડ 
- બેંક પાસબુક 
- રેશન કાર્ડ
- 8 - અ
- ગાય ને લગાવેલ ટેગ નંબર (ફરજિયાત)

ખાસ નોંધ :- આ લાભ ખેડૂત ખાતેદાર હોય તેને જ મળશે અને ગાયને Tag Number (ટેગ નંબર) ફરજિયાત લગાવેલો હોવો જોઈએ.

ફોર્મ ક્યાં ભરવું?

- ગામના VCE પાસે
- CSC સેન્ટર / સાઇબર કેફ

કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ વગેરે હેતુસર દેશી ગાય આધારિત સંપૂર્ણ ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટેના નિભાવ ખર્ચ પેટે આ સહાય આપવાનો નિર્ણય કરાયો છે.