khissu

ગુજરાત સરકારે સુરતથી આંતરરાજ્ય ફ્લાઇટ સેવા કરી શરૂ

હવે લોકોને ફ્લાઇટમાં બેસવા માટે નહિ કરવી પડે લાંબી મુસાફરી કે નહિ કરવી પડે વિદેશની સફર, કારણ કે ગુજરાત સરકારે શરૂ કરી છે એક ખાસ આંતરરાજ્ય ફ્લાઇટ સેવા. આ ફ્લાઇટ સેવા દ્વારા તમે ઓછા બજેટમાં સગવડ ભરી મુસાફરી માણી શકશો.

આ ઉપરાંત તમારો કિંમતી સમય બચાવવામાં આ સેવા ખૂબ જ ફાયદાકારક નિવડે એવી છે. તો ચાલો મેળવીએ આ રસપ્રદ સેવા વિશેની જાણકારી. 
ગુજરાત સરકારે શનિવારે સુરતને અન્ય ચાર શહેરો સાથે જોડતી આંતરરાજ્ય હવાઈ સેવા અને અમદાવાદમાં હેલિકોપ્ટર જોયરાઈડ શરૂ કરી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલીને જોડતી દૈનિક આંતરરાજ્ય ફ્લાઇટ સેવાઓનું સંચાલન સુરતમાં આવેલ વેન્ચ્યુરા એરકનેક્ટ દ્વારા કરવામાં આવશે. આ તમામ રૂટ પર વન-વે ભાડું 1,999 રૂપિયા હશે.


મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી હેલિકોપ્ટર જોયરાઈડ સપ્તાહના અંતે શહેરમાં આવેલ એર ચાર્ટર સર્વિસ કંપની એરોટ્રાન્સ સર્વિસીસ દ્વારા આ કાર્ય સંચાલિત કરવામાં આવશે. આ સેવાનું ઉદ્ઘાટન ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યું હતું.

આ પ્રસંગે બોલતા મોદીએ કહ્યું કે કેન્દ્રએ રાજ્યમાં 15 થી વધુ એરપોર્ટ વિકસાવ્યા છે. તેમણે એ પણ જણાવ્યુ કે નવી સેવાઓ ઉપરાંત, સરકાર અમદાવાદ અને ભુજને 50 સીટ વાળા એરોપ્લેન સાથે જોડવાની યોજના પણ ધરાવે છે.