હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: ભારત-પાક.ની મેચ અને નવરાત્રિમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે!

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: ભારત-પાક.ની મેચ અને નવરાત્રિમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે!

Gujarat Weather: લેટેસ્ટ આગાહીમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીના દિવસોમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહન્તી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરી કે 14મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં કેટલીક જગ્યાએ મેઘરાજા ખાબકશે.

લેટેસ્ટ આગાહીમાં આગળ વાત કરી કે 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 14 અને 15 તારીખના રોજ અમદાવાદ જિલ્લામાં વરસાદ વરસશે. 14મી તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં જ મેચ છે ત્યારે પણ વરસાદ આવશે એવી સંભાવના છે. 15થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેશે.

જો કે આ વાત ખાલી અમદાવાદની જ નથી, પરંતુ નવી આગાહીમાં હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ત્યારે નવરાત્રી શરૂ થઇ ગઇ હશે. જેના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડવાની શક્યતાઓ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગાહી પ્રમાણે મેઘો ખાબકશે કે કેમ??