khissu

ગુજરાતનું ગોંડલ માર્કેટ યાર્ડ શરૂ: કોરોના મહામારી વચ્ચે ક્યાં ક્યાં પાકોની ખરીદી થશે? જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાક ઉતારવાની વ્યવસ્થા

જેટલું ઊંઝા માર્કેટ યાર્ડ જીરું, ધાણા, ચણા, કપાસ, મગફળી જેવા તમામ પાકોની હરરાજી માટે ખુબ જ પ્રચલિત છે તેટલું જ ગોંડલ માર્કેટ યાર્ડ બધા પાકો સાથે મસાલા માટે એટલું જ પ્રખ્યાત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણા પાકોની આવક થાય છે પણ હાલ કોરોના મહામારી નાં કારણે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવેલા છે, પરંતુ ઘણા બધા માર્કેટ યાર્ડમાં મુખ્ય પાકોની હરરાજી માટે ચાલુ રાખવામાં આવ્યા છે. મહુવાના માર્કેટ યાર્ડમાં ડુંગળી (લાલ અને સફેદ) ની ખરીદી શરૂ છે તેવી જ રીતે ગોંડલ માર્કેટ યાર્ડ સંપુર્ણપણે બંધ નથી, ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલ લાલ ડુંગળી, સફેદ ડુંગળી વગેરેની આવક શરૂ છે. એવામાં આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા નવી નોટિસ બહાર પાડવામાં આવી છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી લઈ જતા ખેડૂતો માટે સારા સમચાર આવ્યા છે. જે ખેડૂતભાઈઓ ગોંડલ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા ઈચ્છતા હોય તો તા. ૧૦/૦૫/૨૦૨૧ એટલે કે આજ રોજ રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી મગફળીની આવકને આવવા દેવામાં આવશે, આ સમય પુર્ણ થઈ ગયા બાદ મગફળીની આવકને પ્રવેશ આપવામાં આવશે નહિ, તેની ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડુતભાઈઓએ ખાસ નોંધ લેવી.

કાલ સવારથી જે ખેડૂતભાઈઓ લાલ ડુંગળી અને મગ ની હરરાજી કરવા ઇચ્છતા હોય તે આવતી કાલથી એટલે કે 11/05/2021 થી સવારના 6 વાગ્યા થી સવારના 9 વાગ્યા સુધી કરવામાં આવશે અને બિયા ફાડાં ની હરરાજી આવતીકાલ થી એટલે કે 11/05/2021 મંગળવાર થી શરુ કરવામાં આવશે. જે જણસી માં હરરાજી ચાલુ હોય તે જણસી માં દલાલ ભાઈઓ એ ખેડૂતોને બોલાવવાના રહેશે નહિ. જે તે જણસી નાં ભાવ ખેડૂતોને ફોન દ્વારા જાણ કરવાના રહેશે. તેમ છતાં જે દલાલ ભાઈઓ ખેડૂતોને બોલાવશે તેઓની હરરાજી 8 દિવસ બંધ રાખવામાં આવશે. તા. ૧૧/૦૫/૨૦૨૧ થી તલીની આવક બપોરના ૧ વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેમજ કાળા તલની આવક સદંતર બંધ રહેશે.

હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મુખ્ય પાકોની જ હરરાજી શરૂ છે, જેમાં મગફળી (ઝીણી અને જાડી બન્ને), લસણ (સુકુ), લાલ ડુંગળી અને મગ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પાકોના બજાર ભાવની વાત કરીએ તો ઝીણી મગફળીના ૧૬૪૬ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૯૦૦ થી ૧૩૪૧ સુધીના બોલાયા હતા તેમજ જાડી મગફળીના ૧૨૨૨૮ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૮૫૦ થી ૧૩૫૧ સુધી બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં સુકા લસણની વાત કરીએ તો ૫૩૭૦ ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૪૦૧ થી ૧૪૦૧ સુધીના બોલાયા હતા. લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ૯૨૦૦ કટ્ટાના વેપાર સાથે ભાવ રૂ. ૪૧ થી ૧૮૧ સુધીના બોલાયા હતા. મગના બજાર ભાવની વાત કરીએ તો મગનો બજાર ભાવ રૂ. ૮૨૬ થી ૧૪૯૧ સુધીનો બોલાયો હતો.

કોરોના મહામારીને લીધે ગોંડલ માર્કેટ યાર્ડમાં થતી પાકની ખરીદીમાં નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.

મગફળી ઉતારવાની વ્યવસ્થા :- ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી ઉતારવાની વ્યવસ્થા સિમેન્ટ બ્લોક 1 થી 4 ત્યારબાદ ક્રમ નં 2 થી 17 થી 5 ઉતારવાની રહેશે.
મગ ઉતારવાની વ્યવસ્થા :- છા નં : 2 થી 44 થી 30 બંને સાઇડ ઉતારવાની રહેશે.
લાલ ડુંગળી ઉતારવાની વ્યવસ્થા :- જૂના વે બ્રિજ ગ્રાઉન્ડ ત્યાર બાદ B.B. પાછળ ત્યારબાદ છા નં 9 થી 10 ની આગળ ઉતારવાની રહેશે.