રાજ્ય સરકારની મોટી સેવા : હવેથી ૭/૧૨ અને ૮અ ના ઉતારા ઘરે બેઠાં ઓનલાઈન કાઢી શકશો, સૌથી મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે, ત્યારે રાજ્ય સરકારે નવી જ સેવા ઉપલબ્ધ કરી છે. જેમાં મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકાર i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થશે.

હવેથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.૬, ૭/૧૨, ૮-અ હવે ઓન-લાઇન ઉપલબ્ધ થશે જેથી ઈ-ધરા કેન્દ્રએ જવાની જરૂર નથી. રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઈન મુજબ સીટીઝન સેન્ટ્રીક સર્વીસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વિભાગે શરૂ કર્યો છે. 

જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલ જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત પણ ગણાશે.

આ માટે ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે અને ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.