khissu

સરકારનાં નવા નિર્ણયો, અમદાવાદ સહીત રાજયના મુખ્ય શહેરોમાં ભાવ વધારો, શિક્ષણ વિભાગના બે મોટાં નિર્ણયો

 શિક્ષક વિભાગનો નવો નિર્ણય: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બાળક ની મળતી ફી માં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. બાળકોને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 અંતર્ગત તમામ ખાનગી શાળાઓમાં 25 ટકા સીટ નબળા અને વંચિત વર્ગના બાળકો માટે ફાળવવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફીનો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા 3 હજાર ફી માં વધારો કરી રૂપિયા 13000 કરવામાં આવ્યો છે.

ગુજરાતને મળ્યા નવા ચીફ જસ્ટિસ: ગુજરાતના નવા ચીફ જસ્ટિસ તરીકે અરવિંદકુમારે ઓનલાઇન શપથ ગ્રહણ કર્યા હતા.  તે પહેલાં  કર્ણાટક હાઈકોર્ટના જજ તરીકે કામ કરી રહ્યા હતા. જે હવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નો કાર્યભાર સંભાળશે.

તહેવારોનાં ટાણે મીઠાઈ લાગશે કડવી: તહેવારોની સીઝનમાં  મીઠાઈ નાં ભાવમાં ઉછાળો કરવામાં આવ્યો. રો મટીરિયલ અને transportation મોંઘુ થતાં ભવામાં વધારો કરવામાં આવ્યો છે. હવે દિવાળી નાં તહેવારો પર મીઠાઈ પણ મોંઘી પડશે.

અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને: શાક ભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓ ના બજેટ પર અસર પડી છે. જેથી લોકો પહેલા કરતા ઓછી શાકભાજી લઈ રહ્યા છે. તો શાકભાજીના ભાવ વધતા લોકો એ કઠોળ ખાવા પસંદ કરતા હોવાનું પણ જણાવ્યું. સાથે જ શાકભાજીને લઈને સરકારને ધ્યાન આપવા અને ભાવ ઘટાડવા ગૃહિણીએ માંગ કરી છે. વધુ પડતા વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા છે. જેમાં હાલમાં ગવાર, ચોળી, ભીંડા, ગવાર, કોથમીર, તુવેર, વટાણા પાકના ભાવ 100 થી 150 રૂપિયા હોલસેલમાં પહોંચ્યો છે.

શિક્ષણ મંત્રીનો નિર્ણય: રાજ્યમાં ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ધો. 6થી12 બાદ હવે ધો. 1થી 5ના વર્ગખંડો શરૂ કરવાને લઇને લોકોને પ્રશ્નો થઇ રહ્યાં હતાં.ત્યારે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ધો. 1થી5ના વર્ગખંડનું શિક્ષણ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે.