khissu

ગુજરાત માંથી વર્ષ 2020 નું ચોમાસુ વિદાય ક્યારે લેશે? જાણો તારીખ

સામાન્ય રીતે ચોમાસુ 15 September પછી વિદાય લઈ લેતું હોય છે તેમ છતાં ચોમાસુ (Monsoon) વિદાય લેવા માટે ઘણાં બધા પરિબળો ને ધ્યાનમાં લેવામાં આવતાં હોય છે જેવા કે

  • એક સાથે સતત 5 દિવસ વરસાદનું ન આવવું.
  • પવન પશ્વિમ તરફના થઈ જવા.
  • વાતાવરણ ના તાપમાન માં વધારો થવો.
  • વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ઘટવું.
  • પવનની વિરુદ્ધ દિશા માં વાવાઝોડું (Cyclone) નું બનવું વગેરે...

જેમાંથી સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરથી ભારતના સૌથી પહેલાં રાજસ્થાન રાજ્ય માંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે, પરંતુ વિદાય લેવા માટે ઉપરના પરિબળો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે ઉપરના પરિબળો ભારતના સૌથી પહેલા રાજસ્થાન રાજ્યમાં બને છે જેના પછી Official તારીખ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવતી હોય છે.

મિત્રો, વર્ષ 2020 ની વાત કરીએ તો ધાર્યા કરતા વધારે વરસાદ ગુજરાત અને ભારતના બીજા રાજ્યોમાં જોવા મળ્યો છે એટલા માટે આ વર્ષે હજી ચોમાસાના વિદાયની તારીખ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી, પરંતુ હાલ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા વિદાય ના પરિબળો બની રહ્યા છે એટલે થોડા દિવસોમાં ચોમાસાના વિદાયની તારીખ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવશે અને સ્કાયમેટ ખાનગી સંસ્થા દ્વારા પણ અડધા કરતા વધારે ભારતમાંથી ચોમાસુ વિદાય લઇ લેશે તે માટેની તારીખ 15 ઓક્ટોબર જાહેર કરી છે. 
જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 30 સપ્ટેમ્બર પછી ચોમાસુ વિદાય લઇ શકે છે અને ભારત ના ઘણા રાજ્યોમાં સપ્ટેમ્બર પછી ચોમાસું (Monsoon 2020 ) વિદાય લઈ શકે છે Official તારીખ જાહેર થઈ નથી, પરંતુ ઘણીી વેબસાઇટ ના Analysis દ્વારા આ શક્યતાઓ જોવા મળી રહી છે અને Weather ના જાણકાર સૂત્રો પણ આ જ તારીખો જણાવી રહ્યા છે.