khissu

ખેડૂતોમાં ખુશી: ડુંગળી ને લઈને 2 મોટાં સમાચાર / nafed ખરીદી કરશે, ભાવ વધારો?

નમસ્તે ખેડૂત મિત્રો,

ગુજરાતમાં હાલ ના સમયમાં સફેદ ડુંગળી અને લાલ ડુંગળી ની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પરંતુ નાસિકમાં માવઠાને કારણે ડુંગળીની સીઝન મોડી શરૂ થશે જેના લીધે ચાલુ વર્ષે નાફેડ દ્વારા ડુંગળીની બફર સ્ટોક થી ખરીદી માર્ચ મહિના થી શરુ થાય તેવી આશા છે.

નાફેડ દ્વારા નશિકમાંથી ડુંગળીની ખરીદી વધુ કરવામાં આવે છે. ગુજરાત અને મધ્યપ્રદેશ માંથી ઓછી ખરીદી થાય છે. ગયા વર્ષે નાફેડ દ્વારા મહુવાથી ડુંગળીની ખરીદી ચાલુ કરી હતી. ભાવમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે નાફેડ ખરીદી ચાલુ કરે છે.

કેન્દ્ર સરકારે PSF (પ્રાઈઝ સ્ટેબિલિટી ફંડ) હેઠળ નવા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બજેટમાં કુલ ૨૭૦૦ કરોડની ફાળવણી કરી છે. અને ગયા વર્ષે ૨૦૦૦ કરોડની ફાળવણી કરી હતી એમ કુલ ૩૫% ફાળવણી વધુ કરી છે. પરંતુ સરકાર તેનો ઉપયોગ કઠોળની ખરીદી માટે પણ કરી શકે છે.

ગયા વર્ષે નાફેડે ૧ લાખ ટન જેવી ખરીદી કરી હતી, પરંતુ ૨૫ હજાર ટન ડુંગળી બગડી ગઈ હતી. આ વખતે સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ વર્ષે નાફેડ ૧.૫૦ લાખ ટનની ખરીદી કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો નાફેડ આ વર્ષે સ્ટોરેજ ની વ્યવસ્થા સારી રીતે કરશે તો જ ખરીદીનો સાચો અર્થ ગણાશે..

ત્યારબાદ ગુજરાતની મોટી ગણાતી બે માર્કેટિંગ યાર્ડ મહુવા અને ગોંડલમાં ડુંગળીની આવકમાં હાલ તેજી જોવા મળી છે. આજે માર્કેટ યાર્ડડમાં (૧૨/૦૨/૨૦૨૧) લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ સારા એવા જોવા મળ્યા હતાં. જેમાં સૌથી ઉંચો ભાવ ૮૫૦ રુપિયાસુરતમાં જોવા મળ્યો હતો. 

ગઈ કાલે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ની આવક રેકોર્ડ બ્રેક જોવા મળી હતી છતાં ખેડૂતોને સંતોષકારક ભાવો મળ્યા હતા. 

આજે લાલ ડુંગળીનાં ભાવો: 

મહુવા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૮૯

ગોંડલ :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૬૫૧

જેતપુર :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૦૧

અમરેલી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૦૦

રાજકોટ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૧૦

ડીસા :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૬૪૦

મોરબી :- નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૫૦૦

ભાવનગર :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૭૧૬

સુરત :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૮૫૦

વિસાવદર :- નીચો ભાવ ૨૧૪ થી ઉંચો ભાવ ૫૫૬

આજે સફેદ ડુંગળીના ભાવો

મહુવા :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૪૦૬

ગોંડલ :- નીચો ભાવ ૧૭૧ થી ઉંચો ભાવ ૩૬૬

વધારે માહિતી.. 

ડુંગળીમાં હાલ પુષ્કળ પ્રમાણમાં આવક વધી રહી છે છતાં બે માર્કેટ યાર્ડો, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ઘણાં સારા જોવા મળી રહ્યા છે.

મહુવા માર્કેટ યાર્ડમાં થોડા સમય પહેલા વેપારીઓ અને યાર્ડ વચ્ચે થયેલા વિવાદના કારણે હરાજી બંધ કરવામાં આવી હતી. પરંતુ આ વિવાદનો સુખદ અંત આવી જતા ફરી હરાજી શરૂ થઈ છે. બુધવાર ના રોજ બપોરે હરાજી ચાલુ થઈ હતી અને સારા એવા ભાવ બોલાયા હતા. મહુવામાં નવી ડુંગળી ની આશરે ૩ લાખ થેલા ઉપરની આવક થઇ હતી. જે આવક આ વર્ષની રેકોર્ડબ્રેક આવક છે. 

મહુવા માર્કેટ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણી એ જણાવ્યું હતું કે વેપારીઓ ગેરવ્યાજબી રીતે હરાજી કરતા હતા. તે ધ્યાને આવતા તેવા વેપારીઓ ને દંડ અથવા તો એક સપ્તાહ માટે હરાજી થી દુર રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા અધિકારીને વેપારીઓ એ લેખિત સ્વરૂપે આવી કાર્યવાહી હવેથી નહિ થાય તેવી બાંહેધરી આપતા સમાધાન થયું હતું. હાલ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી મળીને આશરે કુલ ચાર લાખ થેલા પડ્યા છે. ખેડૂતોને વ્યાજબી ભાવ અને  સમયસર વેચાણ થાય તે માટે યાર્ડ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હવે (૧૧/૦૨/૨૦૨૧) ના રોજ  ગુજરાત ના માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવો કેવા રહ્યા હતા ? તે જાણીએ, 

લાલ ડુંગળીનાં ભાવો:

મહુવા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૨૩

ગોંડલ :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૫૪૮

જેતપુર :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૬૨૧

અમરેલી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૦૦

રાજકોટ :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૬૧૦

ડીસા :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૬૨૦

ભાવનગર :- નીચો ભાવ ૪૭૦ થી ઉંચો ભાવ ૭૦૦

સુરત :- નીચો ભાવ ૪૬૦ થી ઉંચો ભાવ ૮૦૦

વિસાવદર :- નીચો ભાવ ૨૫૪ થી ઉંચો ભાવ ૫૩૬

સફેદ ડુંગળીના ભાવો:

મહુવા :- નીચો ભાવ ૨૧૫ થી ઉંચો ભાવ ૪૪૬

ગોંડલ :- નીચો ભાવ ૧૯૦ થી ઉંચો ભાવ ૩૮૫

મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક રેકોર્ડ બ્રેક હોવા છતાં પણ ખેડૂતોને હાલ ડુંગળીના ભાવો તારા મળી રહ્યા છે. જ્યારે લાલ ડુંગળીની આવક મહુવામાં વધારે છે ત્યારે મહુવામાં ડુંગળીનો ઊંચો ભાવ 723 રૂપિયા જોવા મળ્યો હતો.

આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂતો જાણી શકે તે માટે શેર કરો. 

- આભાર