khissu

રેશનકાર્ડ ધારકોમાં આનંદ: રેશનકાર્ડ પર શું-શું મળશે દિવાળી મહિનામાં?

દિવાળી મહિનો એટલે નવેમ્બર મહિનો: નવેમ્બર મહિનામાં રેશનકાર્ડ પર શું શું મળશે? મફત અનાજ? કેટલું? કઈ રીતે?


નવેમ્બર મહિનામાં રેશનકાર્ડ પર મળશે 5 લાભો. 


1) PMGKY યોજના હેઠળ મફત અનાજ: કેન્દ્ર સરકારની લોકડાઉનમાં જાહેરમાં અંતર્ગત NFSA નાં રેશનકાર્ડ ધારકો મફત ને અનાજ મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત હતી કે આગામી પાંચ મહિના માટે મફત અનાજ મળશે જેમનો આ છેલ્લો મહિનો છે નવેમ્બર.

હવે પછી આવનાર મહિનાથી મફત અનાજ નહીં મળે. 


2) 1 લીટર કપાસિયા તેલ નાં પાઉચ: ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તહેવારોના દિવસોમાં બીપીએલ ( BPL) અને અંત્યોદય ( AAY ) રેશનકાર્ડ ધારકોને એક લીટર કપાસિયા તેલ આપવામાં આવશે જેમ નો ભાવ 50 રૂપિયા રહેશે તેનું વિતરણ પણ આ નવેમ્બર મહિનામાં થશે. 


3) ગુજરાત સરકાર નું રેગ્યુલર અનાજ: દર મહિને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ ( NFSA નાં રેશનકાર્ડ ધારકો ને) આપવામાં આવે છે એમનું વિતરણ પણ આ મહિને થશે. 


4) વધારાની 1 KG ખાંડ નું વિતરણ : રાજ્ય સરકારની જાહેરાત મુજબ તહેવારો નાં મહિનામાં 1 કેજી ખાંડ નું વધારાનું વિતરણ કરવામાં આવશે. 

જેમાં AAY ( અંત્યોદય ) રેશનકાર્ડ ધારકોને 15 રૂપિયા કિલો અને બી.પી.એલ ( BPL ) રેશનકાર્ડ ધારકોને 22 રૂપિયા કિલો વધારાની ખાંડ નું વિતરણ કરવામાં આવશે. 


5) અન્નબ્રહ્મ યોજના : ગુજરાતમાં બહારથી આવતા અને રાજ્યમાં વસતા ગરીબ શ્રમિકો અને મજૂરોને અન્નબ્રહ્મ યોજના અંતર્ગત મફત અનાજ આપવામાં આવશે. 


જો તમે NFSA નું રેશનકાર્ડ ધરાવો છો તો તમને આટલા લાભો દિવાળી મહિનામાં મળવા પાત્ર રહશે. 

ગુજરાત નાં દરેક રેશનકાર્ડ ધારકો સુધી આ માહિતી શેર કરવા વિનંતી.