khissu

મગફળી પકવતા ખેડૂતોમાં હરખની હેલી, ભાવ પહોંચ્યા 1950 આજુબાજુ, જાણો આજનાં બજાર ભાવ

મગફળીની બજારમાં ભાવ નરમ હતાં. મગફળીની વેચવાલી ખાસ વધી નથી, પંરતુ સીંગતેલ અને અન્ય સાઈડતેલો પણ ઘટવા લાગ્યાં હોવાથી તેલીબિયાં બજારમાં પણ મંદીનો કરંટ દેખાયો હતો. રાજકોટમાં મગફળીની બજારમાં ઘરાકી ઓછી હોવાથી અમુક વેરાયટીમાં રૂ.૨૦ ડાઉન થયા હતાં.

આ પણ વાંચો: કઈ બેંક 5 લાખ રૂપિયા પર સૌથી ઓછું વ્યાજ લઈ રહી છે ? જાણો અહીં

ભાવનગર શહેર અને જિલ્લાભરના માર્કેટીંગ યાર્ડોમાં દિવાળી બાદની નવી સિઝનમાં મગફળી અને કપાસની ચોતરફથી થઈ રહેલી ધૂમ આવકના કારણે તેમજ તેના સર્વાધિક ભાવથી જગતના તાત ખેડૂતો હરખાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની હજજારો ગાંસડીઓનું વેચાણ થઈ જતા ઉત્પાદક ખેડુતોની સાથોસાથ કમિશન એજન્ટોને પણ તડાકો પડી ગયો છે.

ભાવનગર જિલ્લાની મગફળી ગુણવત્તાની દ્રષ્ટિએ સારી હોવાથી જેને લઈને ચિત્રા, તળાજા અને મહુવા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં અન્ય રાજયોમાંથી ખરીદી માટે મોટી સંખ્યામાં વેપારીઓ આવી રહ્યા છે. દર વર્ષે તામિલનાડુ સહિતના અનેક પ્રાંતોના વેપારીઓ મગફળીની જથ્થાબંધ ખરીદી માટે ગુજરાત રાજયમાં આવતા હોય છે. જે પૈકીના અનેક વેપારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા હોવાથી ખેડૂતોને ધારણા મુજબના ખુબ જ ઉચા ભાવ મળી રહ્યા છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી બની જશો લાખોપતિ - 50 રૂપિયા જમા કરાવો અને 35 લાખ મેળવો, જાણો વિગતે

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી વધવાની નથી, પંરતુ ઓઈલ મિલો અને દાણાવાળાની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી બજારમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ખાદ્યતેલની ઓલઓવર બજાર ઉપર જ મગફળીની બજારનો પણ આધાર રહેલો છે.

તા. 18/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501375
અમરેલી8001265
કોડીનાર10851218
સાવરકુંડલા10311301
જેતપુર8611281
પોરબંદર10851225
વિસાવદર9631351
મહુવા10901408
ગોંડલ8251316
કાલાવડ10501300
જુનાગઢ10001270
જામજોધપુર10001300
ભાવનગર11901233
માણાવદર13001301
તળાજા10251250
હળવદ11001400
જામનગર9001250
ધ્રોલ11501325
સલાલ12201435
દાહોદ10401180

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 18/11/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10301235
અમરેલી8151236
કોડીનાર11001267
સાવરકુંડલા10501281
જસદણ10251290
મહુવા10001321
ગોંડલ9251286
કાલાવડ11501371
જુનાગઢ10501560
જામજોધપુર10001330
ઉપલેટા10501228
વાંકાનેર9501435
જેતપુર9361391
તળાજા12001470
ભાવનગર11001790
રાજુલા9501190
મોરબી9201422
જામનગર10001950
બાબરા11681240
બોટાદ10001200
ભેસાણ9001206
ધારી11051210
ખંભાળિયા10001301
પાલીતાણા11251212
લાલપુર10351175
ધ્રોલ10001222
હિંમતનગર11001701
પાલનપુર11001491
તલોદ10501625
મોડાસા10001566
ડિસા11001415
ઇડર12501793
ધનસૂરા10001200
ધાનેરા11001347
ભીલડી10501350
થરા11501166
દીયોદર11501280
માણસા10251278
વડગામ11701354
શિહોરી11051320
ઇકબાલગઢ11111471
સતલાસણા11001385
લાખાણી11001340