khissu

શું તમે પણ આટલા દિવસોથી PDS માંથી અનાજ નથી લીધું? તો રેશનકાર્ડ રદ થઇ શકે છે! જાણો નિયમો..

જો તમે રેશનકાર્ડના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકાર સમયાંતરે રેશનકાર્ડની યાદી અપડેટ કરતી રહે છે. જો કોઈ વિસંગતતા જોવા મળે તો રેશનકાર્ડ પણ રદ કરવામાં આવે છે. આ અંતર્ગત, જો તમે લાંબા સમયથી અનાજ લેવા માટે તમારા રેશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી, તો તમારું કાર્ડ રદ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશનકાર્ડ ધારક પરિવારોને અનાજ આપવામાં આવે છે. આમાં, પરિવારના સભ્યોની સંખ્યાના આધારે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે રાશન પૂરું પાડે છે. તેનો હેતુ ગરીબ પરિવારોને આર્થિક મદદ કરવાનો છે.

રદ થઈ શકે છે રેશનકાર્ડ: કયા મહિનામાં, તમે કેટલું રાશન લીધું અને તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? આવી બધી માહિતી રેશનકાર્ડમાં હાજર છે. નિયમો અનુસાર, તમારા નામે રેશનકાર્ડ હશે તો જ તમને PDS પર અનાજ મળશે. પરંતુ, હાલમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં આવા તમામ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા હતા, જેનો લાંબા સમય સુધી ઉપયોગ થયો ન હતો.

જાણો શું છે નિયમ: વિભાગ અનુસાર, 'જો કોઈ રેશનકાર્ડ ધારકે છ મહિનાથી રાશન લીધું નથી, તો નિયમો અનુસાર તે સાબિત થાય છે કે તેને સસ્તા દરે ઉપલબ્ધ અનાજની જરૂર નથી અથવા તે રાશન લેવા માટે લાયક નથી. આ કારણોના આધારે, જે વ્યક્તિએ છ મહિના સુધી રાશન લીધું નથી તેનું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે. રાજધાની દિલ્હી, બિહાર અને ઝારખંડમાં પણ રાશનને લગતા સમાન નિયમો લાગુ પડે છે.

એટલે જો તમારું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે, તો તમે તેને ફરીથી એક્ટિવ કરી શકો છો. આ માટે, તમારે તમારા રાજ્યની AePDS ઓફિશીયલ વેબસાઇટની મુલાકાત લઈને કેટલીક formalities કરવી પડશે. એટલું જ નહીં, તમે ભારત ભરમાં AePDS રેશન કાર્ડ પોર્ટલની મુલાકાત લઈને તેને એક્ટિવ કરી શકો છો.

1. પહેલા તમે રાજ્ય અથવા કેન્દ્રીય AePDS પોર્ટલ પર જાઓ.
2. હવે 'રેશન કાર્ડ કરેક્શન' વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
3. હવે તમે રેશન કાર્ડ સુધારણા પૃષ્ઠ પર જાઓ અને તમારો રેશન નંબર શોધવા માટે ફોર્મ ભરો.
4. હવે જો તમારી રેશન કાર્ડની માહિતીમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો.
6. સુધારો કર્યા પછી, સ્થાનિક PDS ઓફિસની મુલાકાત લો અને અરજી સબમિટ કરો.
7. જો તમારી રેશનકાર્ડ એક્ટિવ અરજી સ્વીકારવામાં આવે છે, તો તમારું રદ કરેલું રેશનકાર્ડ ફરી એક્ટિવ થશે.