khissu

'એક્સપ્રેસ કાર લોન' સુવિધા માત્ર અડધા જ કલાકમાં થશે ઉપલબ્ધ, હવે કાર ફાઇનાન્સની રીતમાં થશે ચેન્જ

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે એક્સપ્રેસ કાર લોન લોન્ચ કરી છે. આની મદદથી હવે બેંકના વર્તમાન ગ્રાહકો તેમજ અન્ય બેંકના ગ્રાહકો પણ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ નવી કાર લોન પોલિસી લઈ શકશે. આ માટે બેંકે દેશભરના ઓટોમોબાઈલ ડીલરો સાથે તેની લોનને એકીકૃત કરી છે. એક્સપ્રેસ કાર લોન સુવિધા સાથે, બેંકને દેશમાં કાર ફાઇનાન્સના સંચાલનની રીતમાં ક્રાંતિકારી પરિવર્તન જોવાની આશા છે.

કાર ખરીદવાની પ્રક્રિયા સરળ રહેશે
HDFC બેંકે કાર ખરીદનારાઓ માટે વ્યાપક, ઝડપી, વધુ અનુકૂળ અને સમાવિષ્ટ ડિજિટલ સફરની રચના કરી છે. બેંકનું કહેવું છે કે, આ સુવિધા શરૂ થવાથી કાર ખરીદવાની પ્રક્રિયા સરળ થઈ જશે. આ સાથે, તે અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારો સહિત દેશભરમાં કારના વેચાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. અરવિંદ કપિલ, કન્ટ્રી હેડ, રિટેલ એસેટ્સ, HDFC બેન્ક કહે છે, “અમે હવે વર્તમાન તેમજ નવા ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ કાર લોન સોલ્યુશન લોન્ચ કરીને આગળ વધી રહ્યા છીએ. આ સુવિધા તેમની તમામ શાખાઓ, ડીલરશીપ અને છેવટે થર્ડ પાર્ટી એગ્રીગેટર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.

આ સુવિધા 4 વ્હીલર્સ માટે છે
બેંકનું કહેવું છે કે, 'હાલમાં આ સુવિધા ફોર વ્હીલર અથવા કાર માટે છે. ધીરે ધીરે ટુ વ્હીલર માટે પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે ભારતમાં દર વર્ષે લગભગ 35 મિલિયન નવા મોટર વાહનોનું વેચાણ થાય છે. જો વેચાણની આ ગતિ ચાલુ રહેશે તો આગામી પાંચ-સાત વર્ષમાં ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બની જશે.

ગ્રાહકનો અનુભવ બદલાશે
તેમણે ઉમેર્યું હતું કે ઓટોમોટિવ ઇકોસિસ્ટમનો વિકાસ થયો છે છતાં ગ્રાહક અનુભવમાં પરિવર્તન કરીને ગ્રાહકો માટે મૂલ્યને અનલોક કરવાની નોંધપાત્ર તક છે. શરૂઆતમાં, HDFC બેંક આ સુવિધાનો લાભ લેવા માટે 20% થી 30% ગ્રાહકો (20 લાખ સુધીની લોન માટે) ની કલ્પના કરે છે.