khissu

ઢગલા બંધ મગફળીની આવકો: સામે ભાવમાં પણ વધારો, જાણો આજનાં (07/12/2022) નાં મગફળીના ભાવ

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. સરેરાશ મગફળીની બજારમાં વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છે અને ખાસ કરીને સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્રબજારનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે તમામ સેન્ટરમાં આવકો ઓછી છે. લગ્નગાળાની સિઝન ૧૨મી ડિસેમ્બરે પૂરી થયા બાદ મગફળીની આવકોમાં જો અત્યારની તુલનાએ વધાર ન થાય તો સમજવું કે મગફળીનો પાક બહુ ઓછો છે. ઉત્તર ગુજરાતમાં તો સિઝન હવે પૂરી થવા જ આવી છે અને કોઈ સેન્ટરમાં હવે આવકો વધે તેવા ચાન્સ નથી. ડીસામાં મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો છે. આગામી દિવસોમાં મગફળીની બજારનો આધાર તેલ ઉપર પણ રહેલો છે.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

 

તા. 06/12/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10801225
અમરેલી8001230
સાવરકુંડલા10801351
જસદણ10501305
મહુવા8001290
ગોંડલ9001271
કાલાવડ11501340
જુનાગઢ10751205
જામજોધપુર8001150
ઉપલેટા10551240
ધોરાજી8561201
વાંકાનેર8001364
જેતપુર9511290
તળાજા12351900
ભાવનગર11001895
રાજુલા9001226
મોરબી9511435
જામનગર10001625
બાબરા11421238
બોટાદ10001200
ધારી10101220
ખંભાળિયા9901251
પાલીતાણા11011224
લાલપુર8001143
ધ્રોલ9801262
હિંમતનગર11001730
પાલનપુર11061364
તલોદ10501600
મોડાસા10001516
ડિસા11311325
ઇડર12501736
ધનસૂરા10001200
ધાનેરા11501280
ભીલડી11211290
થરા11501283
દીયોદર11001280
માણસા12251311
વડગામ11511289
કપડવંજ9001200
શિહોરી10911195
ઇકબાલગઢ11211290

 

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/12/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701315
અમરેલી9201324
સાવરકુંડલા11151301
જેતપુર9711336
પોરબંદર10451195
વિસાવદર8731311
મહુવા11121400
ગોંડલ8001301
કાલાવડ10501325
જુનાગઢ10001323
જામજોધપુર8501240
ભાવનગર12111286
માણાવદર13051306
તળાજા10051285
હળવદ11301415
જામનગર9001245
ભેસાણ9001216
ખેડબ્રહ્મા11011101
સલાલ12001450
દાહોદ11601200