khissu

હે રામ! કેમ આમ? 11 મિનિટ પહેલા 2 કરોડમાં વહેંચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી, ટ્રસ્ટે કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રામના નામે રાજકીય પારો ફરી ઊંચક્યો છે. પહેલા રાજકારણ રામ મંદિરની ભૂમિ વિશે હતું, જ્યારે હાલ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદેલી જમીનને લઈને વિવાદ ઊભો થયો છે. તમામ વિપક્ષ પાર્ટી જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર નાં આરોપ કરી રહી છે અને ટ્રસ્ટને ઘેરી લેવામાં આવ્યું છે. વિપક્ષ પાર્ટીઓ દ્વારા આક્ષેપો થતા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સમગ્ર વિવાદ અંગે પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. ટ્રસ્ટે કહ્યું છે કે જે આક્ષેપો અમારા પર લગાવવામાં આવ્યા છે તે રાજકિય ષડયંત્ર છે. ટ્રસ્ટની અંદર કોઈ કૌભાંડ નથી થયો.

રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નુ કહેવું છે કે આ આક્ષેપો ભાજપના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે ભાજપ અને આરએસએસ સંઘને રિપોર્ટ પણ મોકલી આપ્યો છે. ટ્રસ્ટે કહ્યું છે કે રામ મંદિર માટે ખરીદેલી જમીન વિશે સંપૂર્ણ માહિતી રિપોર્ટમાં આપી છે.

ટ્રસ્ટે જમીન સબંધિત ઘણા ફેકટ પણ આપ્યા છે:- જેમાં ટ્રસ્ટ દાવો કરે છે કે રામ મંદિર માટે જે જમીન લેવામાં આવી છે તે જમીન પ્રાઈમ લોકેશન ઉપર સ્થિત છે, તેથી તેની કિંમત વધુ છે. જમીનની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 1,423 છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે આ જમીનના સોદાને લઈને 10 વર્ષથી વાટાઘોટા ચાલી રહ્યા છે, જેમાં 9 લોકો શામિલ છે. એક દિવસ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ ચૂકવણીની રકમ સીધી ખાતામાં જ કરવામાં આવશે અને તેમ જ થયું.

શું છે જમીનનો વિવાદ? 
અયોધ્યા મંદિર બનાવી રહેલા શ્રી રામ ભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પર જમીન ખરીદી મામલે કૌભાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીના નેતા પવન પાંડે એ લગાવ્યો હતો. જેમાં હવે કોંગ્રેસ પક્ષ પણ જોડાઈ ગયું છે.

5 મિનીટમાં જમીન 16 કરોડ રૂપિયા મોંઘી થઈ:- સંજય સિંહે લખનૌમાં રવિવારે કહ્યું હતું કે 18 માર્ચે ટ્રસ્ટે 18.50 કરોડમાં સુલતાન અન્સારી અને રવિ મોહન તિવારી નામના બે વ્યક્તિઓ પાસેથી જમીન ખરીદી હતી. ખાસ વાત એ હતી કે આ જમીન 11 મિનિટ પહેલા જ હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. એટલે કે ફકત 5 મિનીટમાં જમીન 16.5 કરોડ રૂપિયા મોંઘી થઈ ગઈ.

બંને સોદામાં એક જ સાક્ષી ડૉ. અનિલ મિશ્રા:- પહેલા હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી સુલતાન અન્સારી અને રવિમોહન તિવારીએ જમીન ખરીદી તો દસ્તાવેજમાં ડૉ. અનિલ મિશ્રા સાક્ષી નંબર 1 બન્યા. ડૉ. મિશ્રા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. કોઈ પણ પેમેન્ટ નાં ચેક પર તેઓની જ સાઈનિંગ ઓથોરિટી છે. ત્યારબાદ અન્સારી અને તિવારી એ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને જમીન વેંચી તો ત્યારે ડૉ. મિશ્રા સાક્ષી નંબર 2 બન્યા હતા. ગયા રવિવારે કેટલાક લોકોએ અયોધ્યામાં તેમનો અભિપ્રાય જાણવા પ્રયાસો કર્યા પણ તેઓ દોડીને પોતાની કારમાં બેસીને જતા રહ્યા.