khissu

કોરોના માટે વપરાતી રેમડેસિવિર અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય? નકલી રેમડેસિવિર ની ખરાઈ કેવી રીતે કરવી? જાણો માહિતી વિગતવાર

દેશમાં કોરોના એ હાહાકાર મચાવી રાખ્યો છે. હોસ્પિટલો માં ન તો બેડ મળી રહ્યા છે નાં તો ઓકસીજન. કોરોના નાં વધતા કેસોની વચ્ચે એન્ટી વાયરસ દવા રેમડેસિવિર (Remdesivir) ની ડિમાન્ડ પણ વધી રહી છે. ઘણા રાજ્યોમાં હાલ ઇન્જેક્શન ની અછત જોવા મળી રહી છે અને જ્યાં ઇન્જેક્શન મળી રહ્યા છે ત્યાં લોકોને એક ઇન્જેક્શન માટે 20 થી 40 હજાર રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આટલા બધા રૂપિયા આપવા છતાં નકલી રેમડેસિવિર મળવાની ખબરો વધી રહી છે. એવામાં જરૂરી છે કે નકલી રેમડેસિવિર ની ખરાય કેવી રીતે કરવી? તે નીચેના માધ્યમ દ્વારા જાણી શકાય છે.

રેમડેસિવિર નાં પેકેટ ઉપરની કેટલીક ભૂલો વાંચીને સાચા અને બનાવટી રેમડેસિવિર ને ઓળખી શકાય છે. 100 મિલિગ્રામ નુ એક ઇન્જેક્શન ફકત પાઉડર ના રૂપમાં શીશીમાં હોય છે. ઇન્જેક્શન ની બધી શીશી પર Rxremdesivir લખેલું હોય છે. એટલું જ નહિ ઇન્જેક્શન નાં બોક્સ પાછળ બારકોડ પણ હોય છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી મોનિકા ભારદ્વાજે એક ટ્વીટ દ્વારા સાચી અને બનાવટી રેમડેસિવિર વિશે માહિતી આપી હતી.

Gujarat Technological University (GTU ) ફાર્મસી સ્કુલ દ્વારા હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી ની મેથડ વિકસાવવામાં આવી છે. આ મેથડ દ્વારા ગણતરીની મિનીટોમાં જ રેમડેસિવિર અસલી છે કે નકલી તે જાણી શકાય છે. GTU દ્વારા રેમડેસિવિર અસલી છે કે નકલી તેની ખરાઈ ફ્રી માં કરવામાં આવે છે. આ સથોસાથ એવું પણ જાણવા મળ્યું છે કે રેમડેસિવિરના પેકેટમાં અગ્રેજીમાં For use in લખેલું હોય છે. જ્યારે નકલી રેમડેસિવિર બનાવવા વાળા for use in લખે છે. એટલે કે નકલી રેમડેસિવિર નાં પેકેટ ઉપર કેપિટલ અક્ષર થી શરૂઆત નથી થતી. અસલી પેકેટની ચેતવણી લાલ રંગથી આપવામાં આવે છે જ્યારે નકલી પેકેટની ચેતવણી કાળા રંગથી આપવામાં આવે છે. અંગ્રેજી ભાષાની બધી ભૂલો નકલી રેમડેસિવિર માં જોવા મળી રહી છે. જો પેકેટને ધ્યાનથી વાંચવામાં આવે તો આ ભુલ સરળતાથી વાંચી શકાય છે.

હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થનાર ગેંગ પાસેથી ૨ લાખ ૭૩ હજાર ઈન્જેક્શનનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આવા બનાવોને લીધે સુરતના ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન (District Bar Association) દ્વારા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન તથા રેમડેસિવિરની કાળા બજારી કરતા પકડાયેલા આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં મંગળવારે કોરોના નાં 13,050 નવા કેસો નોંધાયા હતા જ્યારે 130 લોકોના મોત થયા હતા. આમ, ગુજરાતમાં કુલ 7779 લોકોના મોત કોરોના ને કારણે થયા છે. ગુજરાતમાં 12,121 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે જ કુલ 4,64,396 દર્દીઓ કૉરોનાથી મુક્ત થયા છે. કોરોના કેસો વધી રહ્યા છે પરંતુ સાજા થનાર આંકડો રાહત આપનારો છે. તેમજ હાલના એક્ટિવ કેસોનો આંકડો 1,48,297 પર પહોંચ્યો છે.