khissu

પેન્શન ખાતું બંધ છે? હવે નો ટેન્શન, ઘર બેઠા આવી રીતે ખાતું કરો ફરી એક્ટીવ, જાણો કેમ ફોર્મ સબમિટ કરવું?

આજના સમયમાં, બધા લોકો તેમના ભવિષ્યને લઈને ઘણા પ્રકારના આયોજન કરે છે. ઘણા લોકો વીમા યોજનાઓ લે છે, જ્યારે ઘણા લોકો રીટાયમેંટ પ્લાન લે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમારી રીટાયમેંટ યોજના કોઈ કારણસર બંધ થઈ જાય છે. જો તમારી નેશનલ પેન્શન સિસ્ટમ કોઈપણ કારણોસર ઇન્કેટિવ થઈ છે, તો હવે તમે તેને સરળતાથી ફરી એક્ટિવ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

રોકાણ કરવું પડશે: રીટાયમેન્ટ સેવિંગ માટે ઘણી યોજનાઓ છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તેમાની એક છે. તમે NPS માં બે રીતે નાણાં મૂકી શકો છો. આમાં, પ્રથમ ટાયર 1 અને બીજો ટાયર 2 છે. ખાતું ખોલતી વખતે, તમારે ટાયર 1 માં 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી, 1000 રૂપિયા ટિયર 2 માં મૂકવા પડે છે. તમારે દર વર્ષે આ રકમ ચૂકવવી પડશે.

બંધ થઈ જાય છે ખાતુ: જો તમે દર વર્ષે રકમ ન ભરો તો તમારું એકાઉન્ટ અને PRAN (Permanent Retirement Account Number) ઇનેક્ટીવ થઈ જાય છે. આ ખાતાઓ 'ફ્રીઝ' તરીકે ઓળખવામાં આવે છે.

તમારા એકાઉન્ટને ફ્રીઝનમાંથી દૂર કરવા માટે, તમારે UOS-S10-A ફોર્મ ભરવું પડશે. તમને આ ફોર્મ પોસ્ટ ઓફિસમાંથી મળે છે. અથવા જ્યાંથી તમારું એનપીએસ સ્કીમ ચાલી રહી છે ત્યાંથી તમે આ ફોર્મ લઈ શકો છો.  અથવા તમે ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

દસ્તાવેજોની જરૂર પડશે
સબ્સ્ક્રાઇબરના PRAN કાર્ડની કોપી પણ ફોર્મ સાથે જોડવાની છે.

દંડ ભરવો પડશે
જ્યારે તમે તમારા ખાતાને અનફ્રીઝ કરો છો, ત્યારે તમારે ખાતામાં 500 રૂપિયા જમા કરવા પડશે અને 100 રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે.

વેરિફિકેશન કેવી રીતે થાય છે?
અરજી સબમિટ કર્યા પછી, તમારું એકાઉન્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે. આ પછી તમારી અરજી પર પ્રક્રિયા થાય છે અને PRAN એક્ટિવ થાય છે.