Top Stories
જો પાત્ર ન હોય છતાં પણ લીધો હશે PM કિસાન યોજનાનો લાભ, તો રિફંડ કરવી પડશે બધી રકમ

જો પાત્ર ન હોય છતાં પણ લીધો હશે PM કિસાન યોજનાનો લાભ, તો રિફંડ કરવી પડશે બધી રકમ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, મોદી સરકાર દેશના ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. સરકાર આ નાણાં ખેડૂતોને 3 હપ્તામાં આપે છે. દરેક હપ્તામાં ખેડૂતોને 2,000 રૂપિયા આપવામાં આવે છે. કેટલાક અયોગ્ય ખેડૂતોએ અનેક હપ્તાના નાણા પણ પડાવી લીધા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. સરકારે અયોગ્ય ખેડૂતોની યાદી જાહેર કરી છે. જેમાં અયોગ્ય ખેડૂતો પાસેથી પૈસા ઉપાડવામાં આવી રહ્યા છે.

આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં અયોગ્ય ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. હવે સરકાર આવા અયોગ્ય ખેડૂતો સામે કડક કાર્યવાહીમાં વ્યસ્ત છે. તેમની પાસેથી નોટિસ મોકલીને વસૂલાત કરવામાં આવી રહી છે. આમ તો નોટિસ મોકલવાની આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે.

પૈસા રિફંડ થયા છે કે નહીં તે કેવી રીતે તપાસવું તે જાણો
- સૌથી પહેલા તમારે PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
- આ પછી 'ફાર્મર કોર્નર'નો વિકલ્પ ઉપલબ્ધ થશે. તેના પર ક્લિક કરો અને રિફંડ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારો 12 અંકનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
- પછી તમારે સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. હવે 'ગેટ ડેટા' વિકલ્પ પર ક્લિક કરો.

Also Read: નવો મોટર વ્હીકલ એક્ટઃ જો આ સર્ટિફિકેટ નહિ હોય તો 10,000 રૂપિયાનું ચલણ કપાશે, આ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરો

આ પછી, જો તમને સ્ક્રીન પર 'You Are Not Eligible For Any Refund Amount' એવો મેસેજ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારે પૈસા પાછા આપવાના નથી. જ્યારે રિફંડનો વિકલ્પ દેખાતો હોય તો તમારે પૈસા પરત કરવા પડશે.

તમને જણાવી દઈએ કે આઝાદી પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ સરકારે ખેડૂતોના ખાતામાં આટલી મોટી રકમ ટ્રાન્સફર કરી હોય. તેના 11 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતો તેના આગામી હપ્તાની એટલે કે 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.