khissu

શું PAN કાર્ડમાં ફોટો અથવા સહી માં કરવો છે ફેરફાર? તો ઘરે બેઠા મિનિટોમાં જ થશે આ કામ, જાણો કઇ રીતે

દેશમાં કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ આવશ્યક દસ્તાવેજ છે. લોન લેવી હોય કે ક્રેડિટ કાર્ડ કે પછી ક્યાંક રોકાણ કરવું હોય, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું હોય કે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો પાન કાર્ડ જરૂરી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર એ 10-અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે, જે વ્યક્તિના નાણાકીય ઇતિહાસનો સંપૂર્ણ રેકોર્ડ રાખે છે. આવકવેરા વિભાગ તેને જારી કરે છે, પરંતુ જો પાન કાર્ડમાં કોઈ ભૂલ હોય અથવા ફોટો અસ્પષ્ટ અને જૂનો થઈ ગયો હોય, તો તમે તેને જાતે બદલી શકો છો. માત્ર 5 મિનિટમાં ઘરે બેસીને થઈ જશે કામ.

પાન કાર્ડમાં ફોટો બદલવા માટેની રીત
- NSDL ની સત્તાવાર વેબસાઇટ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જાઓ.
- એક પેજ ખુલશે, તેમાં Application Type વિકલ્પ પર ક્લિક કરો અને Changes or correction in existing PAN Data પર ક્લિક કરો.
- હવે કેટેગરી મેનુમાંથી Individual વિકલ્પ પર ક્લિક કરો.
- તે પછી તમામ જરૂરી માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો.
- હવે PAN એપ્લિકેશન પર જ આગળ વધો અને KYC નો વિકલ્પ પસંદ કરો.
- તે પછી Photo Mismatch અને Signature Mismatch નો વિકલ્પ દેખાશે
- જેમાં ફોટો બદલવા માટે Photo Mismatch ઓપ્શન પર ક્લિક કરો.
- હવે પિતા અને માતાનું નામ દાખલ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
- બધી વિગતો ભર્યા પછી, ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને જન્મનો મૃત્યુનો પુરાવો અટેચ કરો
- આ પછી Declaration પર ટિક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- ફોટોગ્રાફ અને સહીમાં ફેરફાર કરવા માટેની અરજી ફી ભારત માટે રૂ. 101 (જીએસટી સિવાય) અને ભારતની બહારના સરનામા માટે રૂ. 1011 (જીએસટી સિવાય) છે.
- સંપૂર્ણ પ્રક્રિયા પછી, 15 અંકનો અક્નોલૉજમેંટ નંબર પ્રાપ્ત થશે.
- અરજીની આ પ્રિન્ટઆઉટને આવકવેરા પાન સેવા યુનિટને મોકલો.
- અક્નોલૉજમેંટ નંબર દ્વારા અરજીને ટ્રેક પણ કરી શકાય છે.

ઇન્સ્ટન્ટ પાન કાર્ડ માટે અરજી કરો
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ઈન્સ્ટન્ટ PAN માટે આધાર કાર્ડ દ્વારા ઈ-પાન કાર્ડ જારી કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. આ સુવિધા દ્વારા અત્યાર સુધીમાં લગભગ 8 લાખ પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

કયા દસ્તાવેજોની જરૂર છે?
પાન કાર્ડ બનાવવા માટે વ્યક્તિ પાસે ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો હોવો જરૂરી છે. આ આઈડી કાર્ડ્સમાં, તમને ઘણા વિકલ્પો આપવામાં આવશે. તમે આ પુરાવા માટે કોઈપણને પસંદ કરી શકો છો.