khissu

મહુવામાં ડુંગળીની જંગી આવકો, જાણો આજના (02/02/2022, બુધવાર) બજાર ભાવ

મહુવામાં ચૂંટણીનાં માહોલ વચ્ચે ડુંગળીની આવકોમાં વધારો થઈ રહ્યો હોવાથી ભાવમાં પણ સરેરાશ ઘટાડાનો  માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીનાં  ભાવમાં મણે રૂ.૨૦થી ૨૫નો ઘટાડો સરેરાશ તમામ સેન્ટરમાં જોવા મળ્યો હતો. મહુવામાં લાલ ડુંગળીની ૮૮ હજાર  કટ્ટા ઉપરની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૫૦થી ૪૬૦નાં હતાં. જ્યારે સફેદની ૩૨ હજાર થેલાની આવક સામે  ભાવ રૂ.૧૦૦થી ૨૭૭નાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની ૧૫ હજાર  કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૧૦૧થી  ૪૫૬નાં હતાં. જ્યારે સફેદમાં ૨૩૦૦  ભારીની આવક સામે ભાવ રૂ.૧૦૧થી  ૨૫૬ના હતાં.


રાજકોટમાં છ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૧થી ૪૦૦ના હતાં. ડુંગળીનાં ઊંચા ભાવ અંગે એક રાજકોટનાં અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે અમુક સેન્ટરમાં અમુક વકલમાં જ ઊંચા ભાવ હોય છે અને એ સટ્ટાકીય રીતે પોતાનાં સેન્ટરનાં ભાવ ઊંચા દેખાય એ માટેનાં કૃત્રિમ તેજીનાં પ્રયાસો પણ કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવી 
રહ્યાં છે. ખેડૂતોએ વેચાણ માટે સરેરાશ ભાવને ધ્યાનમાં રાખીને પોતાનો માલ જે-તે સેન્ટરમાં વેચાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

રૂના ફોરેન વાયદામાં મોટી તેજી થતાં તેની અસરે કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ વધ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સતત બીજે દિવસે કપાસમાં રૂા.૧૫ થી ૨૦ વધતાં ગામડે બેઠા કપાસની વેચવાલી વધી હતી. રૂના ભાવ જે એપ્રિલમાં થવાના હતા તે અત્યારે થઇ ચૂક્યા હોઇ હવે જેની પાસે સારી કવોલીટીનો કપાસ છે તે પણ વેચવા લાગ્યા છે. ગામડે બેઠા રૂા.૨૦૦૦ના ભાવે મંગળવારે કપાસની વેચવાલી સારી હતી. જીનપહોંચ એકદમ સુપર કવોલીટી કપાસના રૂા.૨૦૫૦ થી ૨૦૬૦ના ભાવ બોલાતા હતા. મહારાષ્ટ્રનો સારો કપાસ પણ રૂા.૨૦૦૦ની નીચે મળતો નહોતો. રૂની તેજી પાછળ હવે જીનર્સોને પણ ઊંચા ભાવે કપાસ ખરીદવાનું પોસાણ થવા લાગતાં કપાસની ખરીદી પણ વધી છે. કડીમાં પણ કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ વધ્યા હતા. કડીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્ર, કાઠિયાવાડ અને મેઇન લાઇનના કપાસની આવક સતત વધી રહી છે. 

કડીમાં મંગળવારે મહારાષ્ટ્રના કપાસની ૨૫૦ ગાડી, કાઠિયાવાડના કપાસની ૮૦ ગાડી અને મેઇન લાઇનથી ૧૬૫ ટેમ્પા આવ્યાહતા. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૯૦, કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૧૦ થી ૨૦૧૫ અને મેઇન લાઇનના સારા કપાસના રૂા.૧૯૮૦ બોલાતા હતા.


મગફળીનાં ભાવમાં વેચવાલીનાં અભાવે મણે રૂ.૫થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઓછી થવા લાગી છે. નાફેડની સરકારી ટેકાનાં ભાવથી ખરીદી પણ હવે સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે અને આગામી સપ્તાહથી નાફેડ ઓક્શન ચાલુકરે તેવી પણ સંભાવનાં રહેલી છે. નાફેડ દ્વારા વેચાણ વહેલું શરૂ થશે તો હાલનાં તબક્કે બજારો વધતા અટકી શકે છે. જોકે નાફેડ શરૂઆતમાં જૂની મગફળીનું વેચાણ કરે તેવી સંભાવનાં છે. નવી મગફળીનું ઓક્શન માર્ચથી શરૂ કરે તેવી સંભાવનાં છે.

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1480

2111

મગફળી 

800

1075

ઘઉં 

386

483

જીરું 

2940

3665

તલ 

1655

2100

બાજરી 

420

420

ચણા 

620

986

જુવાર 

435

613

ધાણા 

1510

1650

તુવેર 

835

1180

તલ કાળા 

1585

2420

અડદ 

366

1230

મેથી 

700

835

રાઈ 

1345

1473

મઠ 

1595

1645 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

350

452

ઘઉં ટુકડા 

350

436

બાજરો 

300

414

ચણા 

750

927

અડદ 

1100

1245

તુવેર 

1050

1330

મગફળી ઝીણી  

850

1085

મગફળી જાડી 

800

1090

તલ 

1900

2230

તલ કાળા 

2000

2140

જીરું 

3500

3500

ધાણા 

1500

1836

સોયાબીન 

1000

1280

ચોખા 

330

330

કાંગ 

562

562 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2050

ઘઉં 

415

465

જીરું 

2370

3500

તલ 

1610

2198

બાજરો 

320

388

ચણા 

701

869

મગફળી ઝીણી 

916

1172

તુવેર 

800

1228

તલ કાળા 

1200

2460

અડદ 

400

1212

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1700

2061

ઘઉં લોકવન 

402

435

ઘઉં ટુકડા 

416

486

જુવાર સફેદ 

380

590

બાજરી 

285

426

તુવેર 

1080

1296

ચણા પીળા 

840

915

અડદ 

800

1300

મગ 

900

1416

વાલ દેશી 

850

1350

ચોળી 

950

1650

મઠ 

1300

1500

કળથી 

1500

1625

એરંડા 

1215

1267

અજમો 

1350

2311

સુવા 

870

1080

સોયાબીન 

900

1242

કાળા તલ 

1700

2470

ધાણા 

1600

1835

જીરું 

2800

3520

ઇસબગુલ 

1750

2200

રાઈડો 

1005

1300 

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1601

2010

મગફળી

800

1052

ઘઉં

380

438

જીરું

3000

3482

એરંડા

1250

1280

તલ

1600

2122

ધાણા

1325

1700

તુવેર

1000

1196 

રાઇ

1000

1675