khissu

IPL 2020 મા કોઈ ખેલાડી આમ કરશે તો થશે એક કરોડ રૂપિયાનો દંડ

કોરોનાવાયરસ ના કારણે ipl તેના નિયત સમય મુજબ યોજાય શકી ન હતી. અત્યારે પણ ભારતમાં વધતા જતા કેસો ના લીધે ipl યુએઈ માં રમાઈ રહી છે. આ વખતે ipl એક બાયો સિક્યોર વાતાવરણમાં રમાશે. આઈપીએલમાં ભાગ લેનાર કોઇ પણ ખેલાડી કે ટીમનો મેમ્બર બીજા કોઈને મળી શકશે નહીં. 

જો કોઇ પણ ખેલાડી નિયમનો ભંગ કરે તો તેને છ દિવસ માટે quarantine રહેવું પડશે. અત્યારે બધાજ ખેલાડીઓના દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ થાય છે. નિયમ તોડવા માટે એક કરોડના દંડથી લઈને, પોઇન્ટ ટેબલમાં પોઇન્ટ પણ માઇનસ કરવામાં આવી શકે છે.

જો કોઇ પણ ખેલાડી દરરોજ તેના સ્વાસ્થ્ય નો રિપોર્ટ પૂરો ના કરે, જીપીએસ ટ્રેકર ન પહેરે કે કોરોના નો ટેસ્ટ સમય પર ન કરાવે તો 60,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

પહેલીવાર બાયો સિક્યોર વાતાવરણ નો ભંગ કરવા બદલ ટીમને 1 કરોડ રૂપિયાનો દંડ કરાશે. બીજી વખત ભંગ થાય તો તે ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવશે. અને ત્રીજી વખત ભંગ થાય તો ખેલાડીને આઈપીએલમાંથી બહાર કરી દેવામાં આવશે. સાથે ટીમના 2 પોઇન્ટ પણ માઇનસ કરવામાં આવશે.

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ચેન્નઈ સુપર કિંગ ના ખેલાડી કે એમ આસિફે બાયો સિક્યોર બબલ નો નિયમ તોડ્યો છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ તરફથી આ વાતને નકારવામાં આવી છે. દંડ બાબતે તમારો શું વિચાર છે કોમેન્ટ સેક્શન માં જણાવો.