khissu

જો તમારી પાસે પણ lic ની કોઈ પોલિસી છે? તો જાણી લો નવો ફેરફાર, નહિ તો મુશ્કેલીઓ વધશે.

દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ પોલિસી ધારકો માટે મોટી જાહેરાત કરી છે. હવે પાન કાર્ડને LIC ની પોલિસી સાથે જોડવું જરૂરી રહેશે.  LIC એ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ સિવાય, આ સંબંધિત વિગતવાર માહિતી LIC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

હાલમાં જ  સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 સુધી લંબાવી હતી. હવે માર્કેટ રેગુલેટર સેબીએ પણ આવો જ નિયમ બનાવ્યો છે.  જે અંતર્ગત LIC માં રોકાણકારોએ પોલિસીને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે.

આવી રીતે લિંક કરો પાન કાર્ડ: જો તમે પણ કોઈ LIC પોલિસી લીધી છે અને તેને PAN સાથે હજુ સુધી લિંક નથી કરી તો તમે તેને ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.

1. સૌ પ્રથમ તમારે LIC ની ઓફિશીયલ વેબસાઇટ (https://licindia.in/Home/Online-PAN-Registration) પર જવું પડશે.
2. જ્યાં તમારે ઓનલાઇન PAN રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
3. LIC ની સાઈટ પર પોલિસીની લીસ્ટ સાથે PAN કાર્ડની વિગત આપવી પડશે. 
4. હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, જે તમારે દાખલ કરવાનો રહેશે. 
5. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સફળ રજીસ્ટ્રેશન નો મેસેજ મળશે. આમ, તમારું પાન કાર્ડ પોલિસી સાથે લિંક થઈ જશે.
 

LIC ની વેબસાઈટ પર તમે ઘરે બેસીને ઘણા કામો કરી શકો છો. તમે સરળતાથી એલઆઈસી પોલિસીનુ સ્ટેટસ ચકાસી શકો છો. આ માટે કોઇપણ ચાર્જ વગર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સિવાય, જો તમને કોઈ માહિતી જોઈએ છે, તો તમે 022 6827 6827 પર કોલ પણ કરી શકો છો અને 9222492224 નંબર પર LICHELP <policy number> લખીને મેસેજ મોકલી શકો છો.  આમાં મેસેજ મોકલવા માટે તમારા પૈસા કપાશે નહીં.