khissu

ગ્રાહકોને ઝટકો/ આ ત્રણ બેંકમાં તમે 2000ની નોટ જમા કરવા જશો તો લાગશે ચાર્જ! ચાર્જ તમાર ખિસ્સામાંથી વસુલવામાં આવશે, જાણો સંપૂર્ણ માહિતી

નમસ્કાર ગુજરાત, જો તમે આ ત્રણ બેંકની શાખાઓમાં 2000 રૂપિયાની નોટ બદલવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે. કેમ કે 2000 રૂપિયા જમા કરાવવા પર તમારે અમુક ચાર્જ ચૂકવવો પડશે. જે રૂપિયા સીધા તમારાં ખાતામાંથી કાપી લેવામાં આવશે. 

આપ સૌ જાણો છો કે મોટી બેંકો રોકડ વ્યવહારો પર સર્વિસ ચાર્જ વસૂલે છે. જો કે, મહિનાની અમુક રકમ અને વ્યવહાર પર કોઈ ચાર્જ નથી હોતો ત્યાર બાદ રકમ વટાવી જવા પર બેંક પૈસા જમા કરવા પર અને ઉપાડ પર ચાર્જ વસૂલે છે. જે કેટલાક સમાન નિયમો 2000 રૂપિયાની નોટ પર પણ લાગુ થઈ શકે છે અને જો તમે મર્યાદા કરતા વધુ પૈસા જમા કરો છો તો તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે.

SBI બેંકમાં કેટલો ચાર્જ? - એક મહિનામાં ત્રણ રોકડ ડિપોઝિટ વ્યવહારો મફત આપવામાં આવે છે. ત્યાર બાદ, બેંક ડિપોઝિટ દીઠ 50 રૂપિયા + GST ​​ચાર્જ વસૂલ કરવામાં આવે છે. 22 અને GST ચાર્જ થર્ડ પાર્ટી દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા કેશ ડિપોઝિટ પર લેવામાં આવે છે.

HDFC બેંક માં કેટલો ચાર્જ? - એક મહિના દરમિયાન HDFC બેંકમાં 4 વ્યવહારો મફત આપવામાં આવે છે. જો તમે આનાથી વધુ વ્યવ્હાર કરો છો તો 150 રૂપિયા સર્વિસ ચાર્જ અને GST લેવામાં આવશે. દર મહિને 2 લાખ રૂપિયા સુધીના વ્યવહારો કરી મફત કરી શકાય છે. થર્ડ પાર્ટી માટે મર્યાદા 25,000 રૂપિયા છે. જ્યારે બચત ખાતાની દૈનિક મર્યાદા 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

ICICI બેંક માં કેટલો ચાર્જ લાગશે? - ICICI બેંક એક મહિનામાં ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. તમે એક મહિનામાં 1 લાખ રૂપિયાના ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. જો આનાથી વધુ હશે તો 150 રૂપિયા ફી અને જીએસટી તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. થર્ડ પાર્ટી તરફથી જમા કરાવવાની મર્યાદા 25 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

RBI અનુસાર, તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયા જમા કરાવી શકો છો. જો તમે આ રકમથી વધુ રકમ જમા કરાવો છો, તો નિયમો અનુસાર, બેંકને પાન અને આધાર કાર્ડ બતાવવાનું રહેશે. પરંતુ નોટો બદલાવવા માટે કોઈ I'd પ્રૂફ કે સ્લીપ ભરવાની જરૂર નથી.

અગાઉ સોશિયલ મીડિયા પર એક ફોર્મ વાયરલ થઈ રહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવાનું રહેશે. આના પર SBIએ એક ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા કોઈપણ ફોર્મ જેવા દસ્તાવેજો ભરવાની જરૂર રહેશે નહીં. તમે કોઈપણ SBI ની શાખામાં જઈને નોટો બદલી અથવા જમા કરાવી શકો છો.

જૂનમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે
ભારતીય રિઝર્વ બેંક ગ્રાહકોની સુવિધા માટે દર મહિને જૂન મહિનામાં બેંક રજાઓની યાદી બહાર પાડે છે. આ સૂચિમાં, દરેક રાજ્યના તહેવારો અને મુખ્ય વર્ષગાંઠો અનુસાર રજાઓ નક્કી કરવામાં આવે છે. જૂન મહિનાની વાત કરીએ તો આ મહિનામાં શનિવાર અને રવિવાર સિવાય ઘણા રાજ્યોમાં રથયાત્રા, ખરચી પૂજા અને ઈદ ઉલ અઝહાના કારણે બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જૂન 2023માં બેંકોમાં કુલ 12 દિવસ રજા રહેશે.

જૂન 2023 આ દિવસે બેંકો બંધ રહેશે-
4 જૂન, 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
10 જૂન, 2023- બીજા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે
જૂન 11, 2023 - રવિવારના કારણે બેંક રજા
15 જૂન, 2023- મિઝોરમ અને ઓડિશામાં રાજા સંક્રાંતિના કારણે બેંકો બંધ રહેશે
18 જૂન, 2023- રવિવારે બેંકો બંધ રહેશે
20 જૂન, 2023- ઓડિશામાં રથયાત્રાને કારણે બેંકો બંધ રહેશે
24 જૂન, 2023- ચોથાને કારણે બેંકો બંધ રહેશે
25 જૂન, 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
26 જૂન, 2023- ત્રિપુરામાં ખાર્ચી પૂજાને કારણે બેંકો બંધ રહેશે
28 જૂન, 2023- કેરળ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીરમાં ઈદ ઉલ અઝહાને કારણે બેંકો બંધ રહેશે
29 જૂન, 2023- ઈદ ઉલ અઝહા નિમિત્તે અન્ય રાજ્યોમાં બેંકો બંધ રહેશે
30 જૂન, 2023- મિઝોરમ, ઓડિશામાં રીમા ઈદ ઉલ અઝહા બેંકો બંધ રહેશે

આજથી રૂ.2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં રાજ્યમાં વિવિધ બેંકની કુલ 8,719 શાખાઓ આવેલી છે. આ દરેક શાખાઓમાં તમે 2000 ની નોટ બદલાવી શકશો. રાજ્યમાં સૌથી વધુ બેંક ઑફ બરોડાની 1534 શાખાઓ છે. જ્યારે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની 1273 શાખાઓ, તો એચડીએફસી બેંકની 506 શાખાઓ, યુનિયન બેંક ઑફ ઈન્ડિયાની 456 તથા એક્સિસ બેંકની 392 શાખાઓ આવેલી છે. ગુજરાતમાં 188 અર્બન કો -ઓપરેટિવ બેંક ની શાખાઓ પણ આવેલી છે. જેમાં તમે સરળતાથી નોટો બદલી શકશો.