જો તમારું ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે પોતાના ખાતા ધારકો પાસે હવે રોકડ રકમ જમા કરાવવા, રોકડ ઉપાડવા અને AEPS પર ચાર્જ વસુલવાનો નિર્ણય લીધો છે. જો કે, મફતની મર્યાદા પુરી થઈ ગયા પછી જ આ ચાર્જ લેવામાં આવશે. નવા ચાર્જીસ 1 એપ્રિલ 2021 થી લાગુ થશે. ખાતાના પ્રકાર અનુસાર ચાર્જ પણ જુદા-જુુુુદા હોય છે, તેને આપણે એક પછી એક સમજીએ.
આધાર કાર્ડ (AEPS) આધારિત વ્યવહાર પર
આધાર કાર્ડ આધારિત એઇપીએસ (AEPS) વ્યવહાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના નેટવર્ક પર અમર્યાદિત વ્યવહારો સંપૂર્ણપણે મફત છે. નોન-આઇપીપીબી નેટવર્ક પર મહિનામાં ત્રણ વ્યવહારો મફત છે. આમાં રોકડ જમા કરાવવા, રોકડ ઉપાડ અને મીની સ્ટેટમેન્ટ શામેલ છે. એઇપીએસમાં મફત મર્યાદા સમાપ્ત થયા પછી, દરેક વ્યવહાર પર ચાર્જ આપવો પડશે. મર્યાદા પુરી થયા પછી રોકડ જમા કરાવવા પર તથા રોકડ ઉપાડ પર પણ રૂપિયા 20 ચાર્જ ચુકવવો પડશે. મિનિ સ્ટેટમેન્ટ મેળવવા માટે તમારે 5 રૂપિયા ચુકવવા પડશે.
એકાઉન્ટ અને ચાલુ ખાતાની બચત પર પણ ચાર્જ
મુળ બચત ખાતા સિવાય, જો તમારી પાસે બચત ખાતું અથવા ચાલુ ખાતું છે, તો પછી તમે દર મહિને 25,000 રૂપિયા ઉપાડી શકો છો, ત્યાં સુધી કોઈ ચાર્જ લાગશે નહીં, તે પછી દરેક ઉપાડ પર ઓછામાં ઓછાં રૂ. 25 અથવા 0.50 ટકા વસૂલવામાં આવશે. જો તમે એક મહિનામાં 10,000 રૂપિયા સુધીની કેશ ડિપોઝિટ કરો છો, તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં, આ પછી દરેક ડિપોઝિટ પર ઓછામાં ઓછાં રૂપિયા 25 અથવા કુલ મુલ્યના 0.50 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.
જો મર્યાદા પૂરી થયા પછી ભંડોળ સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો પછી ટ્રાંઝેક્શનની રકમમાંથી 1% વસૂલવામાં આવશે. જે ઓછામાં ઓછાં રૂ .1 અને વધુમાં વધુ રૂ. 20 ચાર્જ ચુકવવાનો રહશે. આ તમામ ચાર્જ લાગ્યા બાદ જીએસટી ચાર્જ પણ ચુકવવાનો રહેશે.