khissu

જો તમારે કોરોના રસી લેવી હોય તો તમારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લિન્ક હોવો જરૂરી છે

લાંબા સમયથી ચાલી રહેલા કોરોના કહેર ને ખતમ કરવા કોરોના રસી મંગાવવામાં આવી છે જેમાં ભારતમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી રસીકરણ કરવામાં આવશે. આ માટે આકાર દ્વારા co-win નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.

કોરોના રસીને લઈને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી દીધી છે અને જે વ્યક્તિને કોરોના રસી લેવી હોય તો તેણે પોતાનો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લિંક કરવો પડશે જેથી રસીકરણ માટે એસએમએસ મોકલવાની સુવિધા ઉપલબ્ધ થાય

કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પડ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિને કોરોના રસી જોઈતી હોય તેણે પોતાનો મોબાઇલે નંબર આધારકાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.

તમારો નંબર આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે કેવી રીતે જાણવું ?

૧) સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉસરમાં www.uidai.gov.in સર્ચ કરી લો.

૨) ત્યારબાદ તેમાં ઘણા ઓપ્શન હશે તેમાં તમારે Adhar Service વાળા ઓપ્શનમાં verify an Adhar number પર ક્લિક કરવું.

૩) હવે તેમાં તમારો આધારકાર્ડ નંબર નાંખી નીચે આપેલો captca code એન્ટર કરો અને પછી Proceed to verify પર ક્લિક કરો.

૪) હવે જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હશે તો verification complited નો મેસેજ આવશે જેમાં તમે લિંક કરેલો મોબાઇલ નંબરના છેલ્લા 3 અંક દેખાડશે.

( જો મોબાઈલ નંબર ના દેખાડે તો તમારો નંબર આધારકાર્ડ સાથે લિંક નથી.)

મિત્રો જો તમારે આધારકાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર લિન્ક કરવો હોય અથવા મોબાઇલ નંબર ચેન્જ કરવો હોય તો અમારી વેબસાઇટ khissu.com માં સંપૂર્ણ detail આપેલી છે જે માટે અમારી ચેનલને વિઝિટ કરો.