Top Stories
khissu

તમારી મગફળી ને ટેકા નાં ભાવે વેચાણ કરવા માંગો છો તો જાણો સંપૂર્ણ Official માહિતી

સરકારની જાહેરાત મુજબ ગુજરાત રાજ્યમાં 21 ઓક્ટોબર થી મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે જેમની ફોર્મ ભરવાની પ્રક્રિયા 1લી ઓક્ટોબરથી લઈને 20 ઓક્ટોબર સુધી ચાલશે આ વર્ષે ટેકાનો ભાવ 1055 ( 1 મણનો ) નક્કી કરવામાં આવ્યો છે આ ખરીદી 21 ઓક્ટોબર થી ચાલુ થશે અને 90 દિવસ સુધી ચાલશે.

મગફળી ના ટેકા ના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા.
 રાજ્યમાં 1 ઓક્ટોબર થી નોધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં જરૂરી પુરાવા :

  • 8-A,7/12 ની નકલ
  • આધાર કાર્ડ કોપી
  • બેંક પાસબૂક નકલ / કેન્સલ ચેક
  • મોબાઇલ નંબર

ફોર્મ ક્યાં ભરવું? 

  • નજીક ની APMC માં અથવા તમારા ગામના VCE પાસે, ઈ-ગ્રામ સેવા કેન્દ્ર પર
  • 1 ઓક્ટોબર થી 20  ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશો.

કઈ વેબસાઈટ પરથી ફોર્મ ભરશો :

  • https://ipds.gujarat.gov.in

મગફળી ખરીદી બાબતે નો સરકાર શ્રી નો Official પરિપત્ર નિચેથી Download કરો.

આ માહિતી ને જરૂરી ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી. - આભાર