khissu

જો તમારું નામ રેશન કાર્ડ યાદી માંથી કપાયું હશે તો ઘરે બેઠા ઉમેરી શકશો

શું તમે પણ રેશનકાર્ડ ધારક છો? જો હા, તો આજે જ તપાસો રેશનની યાદીમાં તમારું નામ. દેશમાં વસ્તીવધારા દરમિયાન જે ગરીબીનું પ્રમાણ વધ્યું છે તેને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા ગરીબો માટે રેશનકાર્ડ બહાર પાડવામાં આવ્યા હતા. જેથી  ગરીબોને સબસિડીવાળું રાશન મળી શકે. દેશમાં વસતા ગરીબ નાગરિકો માટે તો આ દસ્તાવેજ જીવાદોરી સમાન છે. રેશનકાર્ડ દ્વારા નાગરિકોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન વગેરે ખરીદવા પર ડિસ્કાઉન્ટ મળે છે. દિલ્હી અને યુપી જેવા અમુક રાજ્યોમાં તો ગરીબ પરિવારોને કેટલાક મહિનાઓથી મફત અનાજ આપવામાં આવી રહ્યું છે.  


ફ્કત રાશન જ નહિ, ઘણી જગ્યાઓ પર છે ઉપયોગી
આપણે સૌ જાણીએ જ છીએ કે સરકારી કાર્યોમાં અનેક પુરાવાઓની જરૂર પડતી હોય છે. આ પુરાવામાં રેશનકાર્ડનો સમાવેશ કરી શકાય છે. આ કાર્ડથી ઓછા ખર્ચે અનાજ તો મળે જ છે તે ઉપરાંત, આ કાર્ડ ઓળખ માટે, નાગરિકતાના પુરાવા માટે તથા સરનામાના પુરાવા માટે પણ ઉપયોગી થાય છે. એટલું જ નહીં, જનધન ખાતું ખોલાવવાથી લઈને ઓળખ કાર્ડ તરીકે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જો આધાર કાર્ડ ન હોય તો તેની જગ્યાએ રેશનકાર્ડ ઉપયોગમાં લઇ શકાય છે. તો મિત્રો, આ ફાયદાઓના હકદાર તમે ત્યારે જ બનશો જ્યારે તમારું નામ રેશનકાર્ડની લિસ્ટમાં હશે. તેથી, આ લિસ્ટમાં તમારું નામ છે કે નહિ તે જાણવું આવશ્યક બની રહે. તો એ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે તમે તેને ઘરે બેઠા જ જાણી શકો છો. આ રહી તેની સરળ રીત...

કઇ રીતે તપાસવું રેશનલિસ્ટમાં નામ ?
- રેશનકાર્ડની યાદીમાં તમારું નામ જોડાયું છે કે નહીં તે જાણવા માટે તમારે NFSAની સત્તાવાર વેબસાઇટ https://nfsa.gov.in/Default.aspx પર જવાનું રહેશે.
- વેબસાઇટ પર જઇને રેશનકાર્ડ ઑપ્શન પર ક્લિક કરવું.
- હવે, સ્ટેટ પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો સાથેના ઑપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારું રાજ્ય અને તમારો જિલ્લો પસંદ કરવો.
- હવે બ્લોકનું નામ દાખલ કરી પંચાયતનું નામ પસંદ કરો
- પછી રાશનની દુકાનના દુકાનદારનું નામ તથા રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરો.
- આમ, તમારી સામે રાશન કાર્ડ ધારકોના નામોની લિસ્ટ આવી જશે 
- આ લિસ્ટમાંથી તમે તમારું નામ તપાસી શકો છો ઉપરાંત, તમે આ લિસ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો.