khissu

પોસ્ટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર: પોસ્ટ ખાતું બંધ કરવવા માટે ક્યાં ક્યાં પુરાવા જોવે??

જો તમારું પણ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ (Post Office Account) છે તો આ સમાચાર તમારા કામના છે. પોસ્ટ ઓફિસ એકાઉન્ટ બંધ કરવા માટે પાસબુકની જરૂર પડશે. હવે પાસબુક (Passbook) જમા કરાવ્યા વિના પોસ્ટ ઓફિસ ખાતું બંધ કરવું શક્ય નહીં બને.

એકાઉન્ટ સ્ટેટમેન્ટ માટે કોઈ ચાર્જ નથી.
ભારતીય ટપાલ વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ, ખાતું બંધ કરતા પહેલા ખાતાધારકે પાસબુક જમા કરાવવી પડશે. જો તમે સ્કીમ તેની પાકતી મુદત પછી બંધ કરી રહ્યા હોવ તો પણ પાસબુક વિના આ કામ શક્ય નહીં બને. આ પછી એકાઉન્ટ હોલ્ડરને પોસ્ટ ઓફિસમાંથી એકાઉન્ટ ક્લોઝર રિપોર્ટ (Account Closure Report) મળશે. જો ખાતાધારક તેના ખાતાનું સ્ટેટમેન્ટ (Account Statement) માંગે છે, તો તેને પાસબુકના બદલામાં આપવામાં આવશે અને તેના માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

ફેરફારો તમામ પોસ્ટ ઓફિસ ખાતાઓને લાગુ પડે છે
પરિપત્ર અનુસાર, આ ફેરફાર તમામ પ્રકારના પોસ્ટ ઓફિસ ખાતાઓ પર લાગુ થશે. ખાતું મંથલી સેવિંગ સ્કીમ (MIS)નું હોય કે સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમનું, તમે પોસ્ટ ઑફિસમાંથી કિસાન વિકાસ પત્ર (KVP) લીધું હોય અથવા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) ખરીદ્યું હોય, તેને બંધ કરવા માટે પાસબુક સબમિટ કરવી પડશે. રિકરિંગ ડિપોઝિટ અને ટર્મ ડિપોઝિટ ખાતાઓ માટે પણ આ ફરજિયાત છે.

જો PAN, મોબાઈલ અપડેટ નહીં થાય તો સમસ્યા વધશે
આ સિવાય અન્ય એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે તમારા ખાતામાં તમારો PAN અને મોબાઈલ નંબર અપડેટ કર્યો નથી, તો તમારી સમસ્યાઓ વધવાની છે. તમે ફક્ત નાના વ્યવહારો જ કરી શકશો. આવી સમસ્યાઓથી બચવા માટે તમારા પોસ્ટ ઓફિસ ખાતામાં તરત જ PAN અને મોબાઈલ નંબર અપડેટ કરાવો.