Ipl 2020 માં આજે રમાયેલી પહેલી મેચમાં રાજસ્થાન રોયલ એ સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવી દીધું છે. જીતનાં હીરો રહ્યા રાહુલ દિવેટિયા અને riyan parag. લાંબા સમયથી મળી આવતી હારનું કલંક આ જીત મેળવીને રાજસ્થાને ધોઈ નાખ્યું.
ટોસ જીતીને હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. ડેવિડ વોર્નર અને મનીષ પાંડેની સારી બેટિંગના કારણે ધીમી પિચ ઉપર હૈદરાબાદ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જૉફ્રા આર્ચર, kartik tyagi અને જયદેવ ઉનડકટ એ એક-એક વિકેટ ઝડપી હતી.
Ipl 2020 માં પોતાની પહેલી મેચ રમી રહેલા બેન સ્ટોક્સ ખલીલ અહેમદ ની બોલિંગમાં માત્ર પાંચ રને બોલ્ડ થયો હતો. ત્યાર પછી પણ રાજસ્થાનની વિકેટો નિયમિત અંતરાલ પર પડતી ગઈ હતી. એક સમયે ટીમનો સ્કોર 12 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 78 રન હતો. અને પછી શરૂ થયો તિવેટિયા અને પરાગ નો ધમાલ. બંનેએ મળીને 85 રન જોડીને, ટીમને એક બોલ બાકી રહેતા જીત અપાવી હતી.
આ મેચ પહેલા પણ રાહુલ તિવેટિયા એ આક્રમક બેટિંગ કરીને એકલા હાથે રાજસ્થાનની મેચ જીતાડી ચૂક્યો છે. આ વખતે રિયાન પરાગ સાથે મળીને આઇપીએલના ઇતિહાસની છઠ્ઠા વિકેટ માટે રન ચેસ કરતી વખતે સૌથી મોટી બીજી પાર્ટનરશીપ નોંધાવી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ બે અંક મેળવીને પોઇન્ટ ટેબલમાં છ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ પણ છ પોઇન્ટ સાથે પાંચમા સ્થાન પર છે.