ગુજરાતમાં ધોરણ- 1 થી 8, 9 થી 12 અને કોલેજ કઈ તારીખથી ચાલુ થશે? ફાઇનલ નિર્ણય જાહેર

કોરોના કાળથી બંધ પડેલી શાળાઓ ખોલવા માટેનો ફાઇનલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 

શાળા ખોલવાનો ફાઈનલ નિર્ણય જાહેર: 

  • 11 નવેમ્બર 2020 ના રોજ ગુજરાત કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો.
  • નિર્ણય બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ આપી માહિતી.
  • માહિતી આપતાં જણાવ્યું, 23 નવેમ્બર , સોમવાર એટલે કે દિવાળી પછી શાળા – કોલેજો ચાલુ કરવામાં આવશે.
  • સૌ પ્રથમ ધોરણ 9 થી 12 નાં વર્ગો ચાલુ થશે,એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખોલવાનો નિર્ણય.
  • ત્યાર બાદ 1 થી 8 ધોરણ માટે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. એટલે 1 થી સુધીની શાળા ખોલવા નિર્ણય બાકી.
  • સાથે 23 નવેમ્બર થી કોલેજ, યુનિવર્સ સીટી, ITI, અને પોલીટેકનિક કોલેજ ચાલુ કરવામાં આવશે, પરંતુ તેમાં ફાઇનલ વર્ષનાં જ ક્લાસ ચાલુ કરવામાં આવશે.
  • મહત્વનું છે કે આ વર્ષે શાળા અને કોલેજ માં હાજરી ફરજિયાત કરવામાં નહીં આવે.