પહેલેથી જ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગરીબ લોકો, કોરોના ના કપરા સમયમાં ચારે તરફથી ભીંસનો સામનો કરી રહ્યા છે. ત્યારે દક્ષિણ અમેરિકા ખંડ માં આવેલા એક દેશ આર્જેન્ટિના એ એક વિશેષ સંપત્તિ નો કાયદો પાસ કરીને દેશમાં ધનવાન લોકો પર એક ખાસ ટેકસ લગાડ્યો છે.
આર્જેન્ટિનાની સરકારનું એવું કહેવું છે કે આ ટેક્સના પૈસાનો ઉપયોગ ગરીબ લોકો માટે દવા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે થશે. કાયદા મુજબ જે લોકો પાસે 20 કરોડ પેસો, એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે અંદાજે 1.75 કરોડ રૂપિયા કરતાં વધારે સંપત્તિ છે તેવા ધનવાન લોકો ઉપર જ કાયદો લાગુ પડશે.
ધનવાનો ઉપર આ પ્રકારનો ટેક્સ નાખીને આર્જેન્ટિનાની સરકારે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતમાં પણ કોરોના ના કેસનો આંકડો જ્યારે એક કરોડને આંબવાની પહોંચ્યો છે, ત્યારે આવો ટેક્સ નાખવાની તાતી જરૂર છે. જેથી કરીને ભારતના કરોડો ગરીબ અને મજૂરોને કોરોના નાં સમયમાં સહાય મળી રહે.
સરકાર પણ ઘણીવાર કંપનીઓ નું મસમોટી રકમ નું દેવું માફ કરી દેતી હોય છે. દેશ જ્યારે મુશ્કેલીના સમયમાં છે ત્યારે કોઈ આવો કાયદો લાવીને, તેના પૈસા વડે ગરીબ લોકોની સહાય કરવી જોઈએ. આ વિશે તમારું શું કહેવું છે તમારા વિચારો કોમેન્ટ સેક્શનમાં આવકાર્ય છે.