khissu

દેશની સૌપ્રથમ ડ્રાઇવર વગર ચાલતી મેટ્રો નું ઉદ્ઘાટન

આજ કાલ રેલવેમાં વધતા જતા વિકાશે આપણા દેશને વિકાસશીલ બનવામાં મોટો ભાગ ભજવી રહ્યું છે. રેલવેમાં અનેક પ્રકારના વિકાસ થયા જેમાં આ પહેલા જ એન્જીન વગરની ટ્રેન-૧૮ પણ શરૂ થઈ હતી  અને હવે ડ્રાઈવર વિનાની ટ્રેન દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે.

આ મેટ્રો સૌ પ્રથમ દિલ્હીના મજેન્ટા લાઈનમાં દોડશે. ત્યારબાદ પિંક લાઈનમાં પણ દોડતી કરવામાં આવશે.
દેશની સૌ પ્રથમ ડ્રાઈવર વગરની આ મેટ્રો ને ૨૮ ડિસેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના હસ્તે લીલીઝંડી બતાવી દોડાવવામાં આવશે.

આ મેટ્રો નું સંચાલન મેટ્રો રેલ નિગમની હેડ ઓફિસ થઈ થશે. આ મેટ્રોની મહત્તમ ઝડપ ૯૫ કિલોમીટર પ્રતિ કલાક હશે અને તેની ઓપરેશન સ્પીડ ૮૫ કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ મેટ્રો ને પરવાનગી આપ્યા બાદ સૌપ્રથમ મજેન્ટા લાઈનમાં બાયોનિકલ ગાર્ડનથી જનકપુરી પશ્ચિમ વચ્ચે ૩૭ કિલોમીટર સુધી આ મેટ્રોને દોડવાનું નક્કી થયું હતું.