khissu

ભારતની સફળતા: 100km ની રેન્જ વાળી MRSAM મિસાઇલ નું પરીક્ષણ

MRSAM મિસાઈલ નુ સફળ પરીક્ષણ.

ભારતે બુધવારે ઓડિશા ના બાલાસોર જિલ્લાના દરિયા કાંઠે Medium Rang Surface To Air Missile નું પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યું હતું.આ અત્યાધુનિક મિસાઈલ ભારત અને ઇઝરાઇલ દેશ સાથેના સંયુક્ત સહયોગથી બનાવવામાં આવી છે.

ડીઆરડીઓ અને ઇઝરાઇલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ની હાજરીમાં આ મિસાઈલ નુ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ડીઆરડીઓ ના ચેરમેન ડૉ.જી સતીષ રેડ્ડી એ જણાવ્યું હતું કે MRSAM નુ પરીક્ષણ ખુબજ સફળતા પૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.આ મિસાઈલ ૧૦૦ કી.મી. ની સ્ટ્રાઈક રેન્જ ધરાવે છે જેનું વજન ૨.૭ ટન છે. તે ૬૦ કિલોનું પેલોડ લઈ ઉડી પણ શકે છે.

આ મિસાઈલ એક સાથે શરૂ કરાયેલા વિમાન,મિસાઈલ અને રોકેટ જેવા હવાઈ જોખમોને નિષ્ક્રિય કરવા માટે વિકસાવવામાં આવી છે.

આજુબાજુ ના વિસ્તારમાં સાવચેત રાખવા માટે ૨.૫ કી.મી. વિસ્તારના આશરે ૧૦૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. અને ગાઇડલાઇન્સ મુજબ તે લોકોને વળતર પણ આપવામાં આવ્યું હતું.

બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપરા જિલ્લાના માછીમારો ને પરીક્ષણ દરમિયાન દરિયામાં ન જાય તે માટે સાવચેતી અપાઈ હતી.