ઇન્ટરનેશનલ ફેસલેસ ડ્રાઈવિંગ લાયસન્સ, લાયસન્સમાં નવો ફેરફાર ગુજરાતમાં લાવશે ક્રાંતિ, જાણો આખી માહિતી

સરકાર દ્વારા લોકોની જીવનશૈલીને સરળ બનાવવા માટે અવારનવાર અનેકવિધ પ્રકારના ફેરફાર લાવવામા આવે છે ત્યારે હાલ આવનાર સમયમાં ગુજરાત સરકાર રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સને લઇને મોટી ક્રાંતિ લાવવા જઈ રહી છે.

ગુજરાત સરકાર હાલ ટૂંક જ સમયમાં ઇન્ટરનેશનલ ફેસલેસ ડ્રાઇવિગ લાયસન્સ લોન્ચ કરશે. ગુજરાત રાજ્યમા મેળવેલ આ ડ્રાઇવિગ લાયસન્સ આખા વિશ્વમાં વેલિડ ગણાશે. જેથી હવે વિદેશમાં અલગથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની જરૂર નથી.

આ લાયસન્સ ઓનલાઇન અરજી કરીને ઘરેબેઠા તમે સરળતાથી મેળવી શકશો. જેમની પાસે પહેલાથી જ ડ્રાઇવિગ લાયસન્સ છે તેમણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિગ લાયસન્સ માટે અલગથી કોઈપણ પ્રકારનો ડ્રાઇવિગ ટેસ્ટ આપવાની જરૂરીયાત રહેશે નહી. લોકલ ડ્રાઇવિગ લાયસન્સ ધરાવનારા લોકો ઘરેબેઠા ઓનલાઇન અરજી કરીને આ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે.

વિદેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા એ માથાના દુ:ખાવા સમાન છે અને ત્યાનુ ટ્રાન્સપોર્ટેશન પણ ઘણું મોંઘું છે, એવામા વિેદેશમા ભણતા વિદ્યાર્થીઓ અને વારંવાર વિદેશ ટૂર પર જતા ધંધાર્થીઓ તેમજ ટુરીસ્ટોને આ લાયસન્સના કારણે ઘણી રાહત મળશે. દુનિયાના તમામ દેશોમા આ લાયસન્સ માન્ય ગણાશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.