khissu

મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે કરો રોકાણ, વૃદ્ધાવસ્થામાં નહીં રહે આર્થિક સંકડામણ

આજકાલ દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બચત કરતો જ હોય છે. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય કે નિવૃત્તિ પછી તે તેનું જીવન શાંતીથી પસાર કરી શકે. આ મહિલા દિવસ પર, તમારે તમારી પત્ની માટે વિશેષ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ. જેથી કરીને તમારે તમારી વૃદ્ધાવસ્થાની ચિંતા ન કરવી પડે. તો આજે જ તમારી પત્નીના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરો. જેના કારણે તમને રિટાયરમેન્ટ પર કરોડો રૂપિયાનું ફંડ મળી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 
મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણ કરવાં માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. શેરબજારની વાત કરીએ તો ત્યાં વળતર સારું છે પરંતુ, ત્યાં જોખમ ઘણું વધારે છે. તેથી જો તમે ઓછા જોખમ સાથે ઊંચું વળતર મેળવવા માંગતા હોવ તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો જે તમારી પાકતી મુદત પર 2.45 કરોડની મોટી રકમ આપી શકે છે. જેના કારણે તમારી વૃદ્ધાવસ્થા સંપૂર્ણપણે ચિંતામુક્ત થઇ જશે.

રોકાણના વિકલ્પો પસંદ કરો
નિષ્ણાતોના મતે, જો તમે રોકાણ માટે યોગ્ય વિકલ્પ પસંદ નથી કરતા, તો તમે નફાને બદલે નુકસાન પણ કરી શકો છો. વધતા જતા ફુગાવાને ધ્યાનમાં રાખીને, આપણે એવા રોકાણની પસંદગી કરવી જોઈએ જેથી કરીને ફુગાવા સામે ટકી રહેવા સારું વળતર મળી રહે. અને આ જ કારણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધુ સારા વળતરને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

SIP માં કરો રોકાણ 
SIP એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બજારમાં મોટી હાજરી બનાવી છે. અને લોકોએ તેને ખૂબ પસંદ પણ કર્યો છે. છેલ્લા 10 વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ SIP માં રોકાણ કરવાથી તમને લગભગ 15% નું ઉત્તમ વાર્ષિક વળતર મળે છે. જો તમારી પત્ની રોકાણ કરતી વખતે 30 વર્ષની હોય, તો તમે બાકીના 30 વર્ષ માટે તેમાં 12.60 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તદનુસાર, 15% ના વળતર પર, તમારી પાસે 30 વર્ષ પછી લગભગ 2.45 કરોડનું ભંડોળ હશે. મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં, વ્યાજ દર ચક્રવૃદ્ધિ પર હોય છે. જેના કારણે લોકો સુરક્ષિત રોકાણ અને સારા નફા માટે તેને પસંદ કરે છે.

વળતર કેટલું હશે
- SBI સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં 20.04 ટકા વળતર
- નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં 18.14 ટકા વળતર
- ઇન્વેસ્કો ઇન્ડિયા મિડકેપ મ્યુચ્યુઅલ ફંડમાં 16.54 ટકા વળતર 
- ડીએસપી મિડકેપ મ્યુચ્યુઅલ ફંડમાં 15.27 ટકા વળતર
- કોટક ઇમર્જિંગ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ 15.95 ટકા વળતર