khissu

Paytm IPO લીસ્ટ થતા રોકાણકારોને થયું મોટું નુકશાન, જાણો કેટલો નીચે ખુલ્યો શેર

ડિજિટલ પેમેન્ટ કંપની Paytmને ચલાવતી ફિનટેક સ્ટાર્ટઅપ કંપની One97 Communications Ltd ના IPO હેઠળ તેના શેરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. ગુરુવારે, Paytmના શેર BSE પર રૂ. 1955 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 1950 પર લિસ્ટ થયા હતા.

સવારે 10 વાગ્યાની આસપાસ આ શેર વધુ તૂટતાં BSE પર રૂ. 1777.50 પર પહોંચ્યો હતો. એ જ રીતે NSE પર તે રૂ. 1776 પર પહોંચ્યો હતો. કંપનીને આનાથી આશરે રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની અપેક્ષા હતી. Paytmનો IPO 10 નવેમ્બરે રોકાણ માટે બંધ કરવામાં આવ્યો હતો. કંપનીએ આ IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 2,080 થી રૂ. 2,150 પ્રતિ શેર રાખી હતી. Paytm ની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. યુપીના અલીગઢ જિલ્લાના એક નાનકડા ગામના વતની અને શાળાના શિક્ષકના પુત્ર શર્મા આજે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં સામેલ છે.

સૌથી મોટો આઇપીઓ
Paytm IPO એ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. અગાઉ, કોલ ઈન્ડિયા બજારમાં રૂ. 15,000 કરોડ અને રિલાયન્સ પાવર રૂ. 11,000 કરોડથી વધુનો IPO લાવી હતી. અગાઉ આવેલા બંને મોટા IPO ઉર્જા ક્ષેત્રના હતા. તે જ સમયે, Paytm IPO સંપૂર્ણપણે ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીનો IPO છે.

કોણે કેટલો હિસ્સો વેચ્યો
કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ Paytm IPOના OFSમાં રૂ. 402.65 કરોડ સુધીનો તેમનો હિસ્સો વેચ્યો છે. તે જ સમયે, Paytmના હાલના રોકાણકારોમાં Antfin (નેધરલેન્ડ) હોલ્ડિંગ્સ રૂ. 4,704.43 કરોડ સુધી, અલીબાબા રૂ. 784.82 કરોડ સુધી, Elevation CapitalV FII હોલ્ડિંગ્સ રૂ. 75.02 કરોડ સુધી, Elevation Capital V Ltd રૂ. 64.04 કરોડ સુધીનો, Siaf III Mauritius એ રૂ. 1,327.65 કરોડ સુધીનો, સૈફ પાર્ટનર્સ(Saif Partners)એ રૂ. 563.63 કરોડ સુધીનો, SVF Partnersએ રૂ. 1,689.03 કરોડ સુધીનો અને International Holdingsએ રૂ. 301.77 કરોડ સુધીનો હિસ્સો વેચ્યો છે.

નોંધનિય છે કે, IPO એ સામાન્ય રોકાણકારો માટે કંપનીમાં રોકાણ કરીને પૈસા કમાવવાની તક પણ છે. આ વર્ષે આવનારા IPO વિશે વાત કરીએ તો લગભગ 60 ટકા IPOએ રોકાણકારોને ફાયદો પહોંચાડ્યો છે.