khissu

મોકો જવા નાં દેતા / આ બે IPOમાં નાણાં રોકવાનો મોક, જાણો વિગતે માહિતી...

નમસ્કાર ગુજરાત, શેરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ એક પછી એક કંપની પોતાના IPO લાવી રહી છે. હવે વધુ એક NBFC કંપની પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રારંભિક જાહેર ઓફર (IPO)થી રૂ.1,400 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીના પ્રમોટર યુનિટ ફેડરલ બેંકના એક અધિકારીએ આ જાણકારી આપી. કંપનીનો IPO આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.

દક્ષિણ ભારતની અગ્રણી NBFC કંપની છે:- બેન્ક ઓફ સાઉથ ઈન્ડિયાની નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) એ ગયા અઠવાડિયે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે નવા IPO દસ્તાવેજો ફાઈલ કર્યા હતા.

ભૂતકાળમાં પણ કંપનીએ IPO દસ્તાવેજો સબમિટ કર્યા હતા, પરંતુ IPO લાવી શક્યા ન હતા. ફેડરલ બેન્કના MD અને CEO શ્યામ શ્રીનિવાસને જણાવ્યું હતું કે, “Fedfina IPOમાંથી રૂ. 1,200 થી 1,400 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. અમે ચાલુ કેલેન્ડર વર્ષમાં IPO લાવવાનો ઇરાદો ધરાવીએ છીએ.તેમણે કહ્યું કે NBFC યુનિટ પાસે પૂરતી મૂડી છે. કંપની 2024ની શરૂઆતમાં તેની વૃદ્ધિની જરૂરિયાતો પૂરી કરી શકે છે.

આગામી 90 થી 100 દિવસમાં IPO આવી શકે છે.
શ્રીનિવાસને કહ્યું કે સેબીને IPO દસ્તાવેજો પર વિચાર કરવામાં થોડો સમય લાગશે. આગામી 90 થી 100 દિવસમાં IPO આવી શકે છે. રિટેલ ફાઇનાન્સ કેન્દ્રિત કંપની શેરના નવા ઇશ્યૂ દ્વારા રૂ.750 કરોડ સુધી એકત્ર કરવા માગે છે. 

જ્યારે ફેડરલ બેંક (1.64 કરોડ શેર) અને ખાનગી ઇક્વિટી કંપની ટ્રુ નોર્થ (5.38 કરોડ શેર) ઓફર ફોર સેલ (OFS) હેઠળ શેર વેચશે. હાલમાં, ફેડરલ બેંક ફેડફિનામાં 74 ટકા હિસ્સો ધરાવે છે. અગાઉ શ્રીનિવાસને કહ્યું હતું કે NBFCને લિસ્ટ કર્યા પછી પણ ફેડરલ બેન્ક તેમાં બહુમતી હિસ્સો જાળવી રાખશે.

આ બંને કંપનીઓના IPOમાં નાણાં રોકવાની તક:- નોન-બેંકિંગ કંપની SBFC ફાયનાન્સનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) ગુરુવાર, ઓગસ્ટ 3 ના રોજ ખુલશે. SBFC ફાઇનાન્સ IPOમાં 600 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. આ IPOમાં રોકાણ કરવાની તક છે. બીજી તરફ, બાયોટેક્નોલોજી ફર્મ કોનકોર્ડ બાયોટેક શુક્રવારે, 4 ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે તેનો IPO લોન્ચ કરશે. SBFC ફાયનાન્સ પછી આવનારા સપ્તાહમાં આ બીજો પબ્લિક ઈશ્યૂ હશે.