khissu

શું વેક્સિન ખરેખર જીવલેણ ? લોકો કેમ વેક્સિન લેવાની ના પાડે છે ?

સમગ્ર વિશ્વમાં કોરોનાએ લોકોને હંફાવી દીધા છે, દરેક લોકો આ મહામારીથી ડરી રહ્યા છે. આ મહામારીની શરૂઆત વખતે કોઈ એટલું ધ્યાન આપતું જ નહોતું જેને પરિણામે આ મહામારીએ ફાયદો ઉઠાવ્યો અને આખા વિશ્વને પોતાની પકડમાં લઈ લીધું. કોરોના મહામારીના પ્રથમ લહેરમાં આપણા દેશમાં ઓછો ખતરો હતો અને બીજા દેશો આપણી પાસે મદદ માંગી રહ્યા હતા.

જે બાદ આ મહામારીને ટાળવા વૈજ્ઞાનિકો અને ડોકટરોની સખત મહેનતના ફળરૂપે વેકસીનની શોધ થઈ પરંતુ આ વેક્સિનથી સાઈડ ઇફેક્ટ થવાની સમસ્યાને લઈને લોકો ડરી રહ્યા છે. અનેક લોકોમાં મતમતાંતર થવા લાગ્યા કે આ વેક્સિન અસરકારક છે કે પછી જીવલેણ ? ત્યારે ડોક્ટરોના જણાવ્યા મુજબ આ વેક્સિનથી સાઈડ ઇફેક્ટ જરૂર થાય છે પણ તે કોરોના સામે રક્ષણ મેળવવા એકદમ સુરક્ષિત છે.

ત્યારબાદ કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ અને  ભારતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી. આ બીજી લહેર પહેલી લહેર કરતાં ક્યાંય ખતરનાક હતી. ધીમે ધીમે લોકોમાં દર ફેલાવા લાગ્યો અને ના છૂટકે વેક્સિન લેવા લોકો રાજી થયાં. પરંતુ આ વેકસિન કેટલી અસરકારક સીધે તે અંગે અમેરિકાના એક્સપર્ટે જણાવ્યું હતું.

શું વેક્સિન ખરેખર જીવલેણ છે ?

હાલ પણ દેશમાં ઘણી જગ્યાએ લોકો વેક્સિન લેવાની ના પાડી રહ્યા છે. ઘણા લોકો વેક્સિન લગાવવાની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. ત્યારે અમેરિકાના એક એક્સપર્ટે જણાવ્યું કે, વેક્સિનથી સાઈડ ઇફેક્ટ જરૂર થાય છે અને સાઈડ ઇફેક્ટ થવું જરૂરી જ છે તો જ કહેવાય કે વેક્સિનેશન સફળ રીતે થયું.

વેકસિનથી કેવી કેવી સાઈડ ઇફેક્ટ થઈ શકે ?

અમેરિકાના એક્સપર્ટે એ પણ કહ્યું કે, વેક્સિન લગાવ્યા બાદ સામાન્ય તાવ આવે છે અથવા તો શરીરમાં નબળાઈ અનુભવાય છે અને આ આડઅસર એ વાતનો સંકેત આપે છે કે શરીરમાં ઈમ્યુન સિસ્ટમ વધી રહી છે. આ ઉપરાંત કેટલાક લોકોને સાંધામાં દુખાવો પણ થતો હોય છે પરંતુ આ સાઈડ ઇફેક્ટના લક્ષણો ૩ દિવસ સુધી રહે છે. આવા લક્ષણો એ વાતનો સંકેત આપે છે કે વેક્સિન શરીરને ભવિષ્યના રોગો સામે લડવા માટે તૈયારી કરી રહી છે.

પરંતુ આવા સાઈડ ઇફેક્ટ થાય તો ચેતજો :

જો વેક્સિન લીધા બાદ કોઈ વ્યક્તિને ચામડી પર રિએક્શન આવે અથવા તો બેભાન થઈ જાય તો તાત્કાલિક ડૉકટરની સલાહ લેવી જોઈએ. એક્સપર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિન કોરોના વાયરસથી સંપૂર્ણ સુરક્ષા નથી આપતી પરંતુ કોરોના વેકસીન લીધા બાદ વ્યક્તિને સંક્રમણ થવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય છે. આ ઉપરાંત વેક્સિન લીધા પછી જો કોઇ વ્યક્તિ સંક્રમણ થાય કોરોનાથી શરીરને જીવલેણ નુકસાન થવાના ચાન્સ ઘટી જાય છે.