khissu

શું તમારું આધારકાર્ડ અસલી છે ? જાણો કેવી રીતે ચેક કરી શકાય કે આધારકાર્ડ અસલી છે કે નકલી

દેશમાં માણસોની ઓળખ માટે આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. જે થકી કોઈપણ મનુષ્યની ઓળખ થઈ શકે છે. દેશમાં આધારકાર્ડની શરૂઆત ૨૮ જાન્યુઆરી ૨૦૦૯ થી શરૂઆત થઈ હતી. આ આધારકાર્ડમાં ૧૨ અંકનો યુનિક નંબર હોય છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. પરંતુ આવો ૧૨ અંકનો નંબર તો કોઈપણ બનાવી શકે છે. તમારો આ ૧૨ અંકનો નંબર સાચો છે ? શું તમારું આધારકાર્ડ અસલી છે ? 

આધારકાર્ડમાં એક ખાસ પ્રકારનો ૧૨ અંકનો યુનિક નંબર હોય છે જે દરેક વ્યક્તિની ઓળખ પુરી પાડે છે અને આ જ ૧૨ અંકના નંબરથી દરેક વ્યક્તિના આધારકાર્ડ અલગ અલગ પડે છે. આ જ નંબરથી તમે તમારા અધારકાર્ડની ઓળખ કરી શકો છો.

સમગ્ર દેશમાં આધારકાર્ડ એ આપણા જીવનનું એક સૌથી મોટું ડોક્યુમેન્ટ કહી શકાય. આજે કોઈ પણ ક્ષેત્રમાં પુરાવા તરીકે આધારકાર્ડ એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. જોકે સરકારની યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. પરંતુ શું તમારું આધારકાર્ડ અસલી છે ? 

જો તમને નથી ખબર તો તમે કેવી રીતે જાણી શકો કે તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી ?

ચલો તો આજે તમને જણાવીએ કે કેવીરીતે તમે ચેક કરી શકશો કે તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી 

આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ એક સુવિધા આપી છે જે થકી તમે તમારા આધારકાર્ડની સત્યતા ચકાસી શકો છો. જે માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ચેક કરવાનું રહેશે.

૧) સૌપ્રથમ તમે આધારની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

૨) હવે તેમાં Aadhaar Sevices બોક્સમાં Verify an Aadhhar Number પર ક્લિક કરો.

૩) હવે એક પેજ ખુલશે જેમાં તમારો ૧૨ અંકનો આધાર નંબર નાંખો અને નીચે આવેલો કેપચા કોડ એન્ટર કરો. ત્યારબાદ Proceed to Verify બટન પર ક્લિક કરો.

જો તમારો આધાર નંબર સાચો હશે તો એક નવું પેજ ખુલશે જેમાં તમારા આધાર નંબરની સાથે જ તમારી તમામ માહિતી પણ હશે. અને જો તમારો આધાર નંબર સાચો નહીં હોય તો પેજ ખુલશે નહીં અને invalid આધાર નંબર એવું લખીને આવશે.

(જો મિત્રો તમારું આધારકાર્ડ નકલી હોય તો તરત જ ૧૯૪૭ નંબર પર કોલ કરીને જાણ કરો.)