માસ્કના નામે સરકારે ઘણા રૂપિયા કમાઈ લીધા છે અને હજી બીજા ઘણા નામે પૈસા પડાવવાની કોશિશ કરી રહ્યા છે તો હવે જો તમારી પાસે ગાડીના કાગળિયા અને લાઇસન્સ નહિ હોય તો ભરવો પડશે મોટો દંડ.
હાલ દેશની તમામ આરટીઓ માં વ્હિકલ સંબંધિત ડોક્યુમેન્ટ રિન્યુ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે લાઇસન્સ અને આરસી બુક વગેરે રિન્યુ કરાવવા લોકોને ૩૧ ડિસેમ્બર સુધી તારીખ લંબાવી હતી.
વ્હીકલ સંબંધિત ડોક્યુમેન્ટ રિન્યુ કરાવવા www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને ઓનલાઇન એપ્લાઈ કરી શકે છે. આ વેબસાઇટ પર જઈ તમારા રાજ્ય ને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આરટીઓ માં વ્યક્તિના બાયોમેટ્રિક ની તપાસ કરાશે અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાશે.
કેન્દ્ર સરકારના નવા નિયમ અનુસાર દ્વિચકી કે ફોરવ્હિલ વાહનચાલક ને લાયસન્સ નહીં હોવા બદલ રૂ. ૫૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. કેન્દ્ર સરકારનો આ નિયમ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ થી લાગુ થઈ જશે.