khissu

કિંગ્સ ઈલેવન પંજાબની સતત પાંચમી જીત, કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચ્યું

Ipl 2020 માં કિંગ્સ ઇલેવન પંજાબનો જાદુ ચાલી રહ્યો છે. પેલી સાત મેચમાંથી છ મેચ હારનારી પંજાબ ની ટીમ પોતાની છેલ્લી પાંચ મેચ જીતી ચૂક્યું છે. કોલકાતા સાથે રમાયેલ મહત્વપૂર્ણ મુકાબલા મા તેને આઠ વિકેટથી હરાવીને પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર આવી ગઈ છે. 


શારજાહ મા રમાયેલ મેચમાં પંજાબના કેપ્ટન રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં પીચ તરફથી મળી રહેલ મદદનો પંજાબના બોલોરો એ ફાયદો ઉઠાવીને કોલકાતાની ટીમ ને મોટો સ્કોર કરવાથી રોકી લીધી.


કોલકાતાની ટીમ એ shubman gill ના 57, મોર્ગનના 40 અને ફર્ગ્યુસનના 24 રન ની મદદથી 20 ઓવરમાં 149 રન બનાવી શકી. પંજાબની ટીમ ની શાનદાર બોલિંગના કારણે કોલકાતાના આઠ બેસ્ટ મેનો 10 રન થી ઓછા સ્કોરે આઉટ થઈ ગયા હતા. 


150 રન નો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે મનદીપ સિંહ (66 રન) અને ગેઇલ (51 રન) નાં સહારે મેચને 19મી ઓવરમાં બે વિકેટના નુકસાન પર જીતી લીધી હતી. પંજાબના કેપ્ટન રાહુલ એ પણ 28 રનનું યોગદાન આપ્યું હતું.


ટુર્નામેન્ટમાં પોતાની પહેલી સાતમાંથી છ મેચમાં હાર બાદ, પંજાબની આ સતત પાંચમી જીત છે. છેલ્લી પાંચ મેચમાં પોતાની ટીમમાં ગેઇલ નો સમાવેશ કર્યા પછી પંજાબની ટીમ એક પણ મેચ હાર્યું નથી. 


આ જીત સાથે જ પંજાબની ટીમ 12 અંકો સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે કોલકાતાની ટીમ પાંચમા સ્થાન પર પહોંચી ગઈ છે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બંને ટીમને તેની બાકી રહેલી બે મેચ માંથી બંને મેચ જીતવી પડશે.