Top Stories

કિશાન સૂર્યોદય યોજના: જાણો કોને, ક્યારે અને કેવી રીતે મળશે લાભ?

ગુજરાતના ખેડૂતો માટે સરકાર લાવી રહી છે દિવસ દરમિયાન વીજળી યોજના ( Khishan Suryoday Yojna ): કિશાન સૂર્યોદય યોજના માં ખેડૂતને દિવસે જ વિજળી મળશે. 

આપ સૌ જાણો છો ગુજરાત નાં જે ખેડુતો પાસે 3 ફેજ કનેક્શ છે એમને એક અઠવાડિયા દરમિયાન ફુલ પાવર ( 8 કલાક ) અને બીજા અઠવાડિયા દરમિયાન રાત્રીના 8 કલાક ફુલ પાવર આપવાના આવે છે અને ખેડૂત ને રાત્રિ વેઠવી પડે છે પણ હવે આ યોજના અંતર્ગત ખેડૂતો ને દિવસ દરમિયાન જ વીજળી આપવામાંવામાં આવશે, જેમાં સવારનાં 5 વાગ્યાથી લઈને રાત્રીના 9 વાગ્યા સુધીમાં વીજળી આપવામાં આવશે.

જેમાં બે સ્લોટ માં વીજળી આપશે :

  • 5 થી 1 વાગ્યા સુધી ( પ્રથમ અઠવાડિયા દરમિયાન )
  • 1 થી 9 વાગ્યા સુધી ( બીજા અઠવાડિયા દરમિયાન )

યોજના ક્યારથી ચાલુ? 

  • 24 ઓક્ટોબરથી ચાલુ થશે, જેની શરૂઆત ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી ના હાથે થશે.
  • જેમાં શરૂઆતમાં હજાર ગામડાંઓ ને લાભ મળશે, ત્યાર બાદ સંપૂર્ણ ગુજરાત માં લાગુ કરવામાં આવશે.
  • શરૂઆત માં જૂનાગઢ નાં 220 ગામો, ગિર સોમનાથ નાં 125+ ગામડાં અને સંપૂર્ણ દાહોદ જિલ્લામાં શરૂ થશે.
  • ગુજરાતમાં તબક્કાવાર બે વર્ષમાં આ યોજના જ્યોતિગ્રામ ( jyotigram ) ની જેમ જ પૂર્ણ કરવામાં આવશે.
  • યોજના માટે સરકારે 3500 કરોડ નું બજેટ ફાળવ્યું છે, જેમાં ઘણાં બધાં 66kv, 220kv નાં સપ્ટેશન અને નવી લાઈન બનાવવા આવશે.
  • આ નિર્ણયથી ખેડૂતોને શિયાળામાં ઠંડી વેઠવી નહીં પડે, જેરી જીવજંતુ નો ડર નહી લાગે, હિંસક પ્રાણી ( સિંહ, દિપડા) નો ભય નહી સતાવે.