khissu

GOOD NEWS/ આધાર નંબરથી પણ પૈસા મોકલી શકશો, જાણો પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરી શકશો?

ડિજિટલ દુનિયામાં નાણાંની લેવડદેવડ કરવાની ઘણી રીતો છે. પૈસા એક ક્ષણમાં ડિજિટલ રીતે ટ્રાન્સફર કરી શકાય છે.  ઈન્ટરનેટ બેન્કિંગ અને UPI જેવી એપ્સ નાણાં ટ્રાન્સફર કરવામાં લોકોને ખૂબ જ આરામદાયક બનાવી રહી છે.  પરંતુ કેટલાક લોકો હજુ સુધી આ સુવિધાઓ વિશે સંપૂર્ણ રીતે વાકેફ નથી. આવા લોકો કે જે UPI નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી એ તેમના આધાર કાર્ડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અનુસાર, આધાર નંબરથી નાણાં મોકલવાનો વિકલ્પ BHIM એડ્રેસ માં થાય  છે. ભીમ એપથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરતી વખતે તમે આધારના વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. જેને તમે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો તેની પાસે UPI ન હોય તો પણ તે વ્યક્તિને પૈસા મળશે.

UIDAI અનુસાર, BHIM એપમાં આધાર નંબરથી પૈસા મોકલવા માટે, લાભાર્થીનો 12-અંકનો આધાર નંબર દાખલ કરો અને Verify બટન પર ક્લિક કરવું પડશે. પછી સિસ્ટમ તે આધાર નંબરને લિંક કરવાની ચકાસણી કરશે અને લાભાર્થીના બેંક ખાતામાં પૈસા પહોંચશે.

UIDAI જણાવ્યા અનુસાર, BHIM એપ પર Aadhaar નંબરથી પૈસા મોકલવા પર લાભાર્થીઓને તેના DBT/Aadhaar બેસ્ડ ક્રેડિટ પ્રાપ્ત કરવા માટે પસંદ કરવમાં આવેલા બેન્ક આતામાં પૈસા ટ્રાન્સફર થવા પર ક્રેડિટ થઈ જશે. આ ઉપરાંત તમે વ્યાપારિઓને જે Aadhaar Pay POSનો ઉપયોગ કરો છો તેને ડિજિટલ ચુકવણી કરવાના આધાર સંખ્યા અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ પણ કરી શકો છો.

જો એકથી વધુ બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોય તો શું કરવું?: આ પછી તમારા મનમાં ચોક્કસપણે પ્રશ્ન આવશે કે ઘણા લોકો પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય છે અને બધા આધાર સાથે લિકં હોય છે. તો શું તમામ એકાઉન્ટનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ કરવા માટે થઈ શકે છે કે નહીં? આધાર નંબરનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતી વખતે, તમને તે બેંક પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે જેમાંથી તમે પેમેન્ટ કરવા માંગો છો. આ અંતર્ગત, તમે પસંદ કરેલા એકાઉન્ટ પર, આધારમાંથી પેમેન્ટ કર્યા પછી તરત જ તે બેંક એકાઉન્ટ માંથી પૈસા ડેબિટ થઇ જશે.