ખેડૂતો માટે મોટી યોજના : સરકાર ખેડૂતોને આપશે સ્માર્ટફોન, "નૉ યોર ફાર્મર" યોજના, દરેક ખેડૂત બનશે સ્માર્ટ

ગુજરાત સરકારે ખેડૂતોનો ડેટા એક જ ક્લિકમાં મળી રહે તથા ખેડૂતો સાથે સીધો સંપર્ક સ્થપાય એ માટે "Know Your Farmer" યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે સાથે સરકારને પણ ખેડૂતોની જાણ રહેશે.

હાલ મોટા ભાગના ખેડૂતો પાસે કી-પેઈડ ફોન છે જેમાં તે કોઈપણ સ્માર્ટ એક્ટીવીટી કરી શકતા નથી અને સરકારને પણ તેની જાણકારી મળતી નથી. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટ બનાવવા અને ખેડૂતોની તમામ માહિતી મેળવવા માટે know your farmer યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ એક લાખ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે લોન આપવામાં આવશે.

આ સ્માર્ટફોન મારફતે ખેડૂતો પોતાના પાક વિશેની જાણકારી, હવામાન વિભાગની માહિતી, PM કિસાનના હપ્તા, સબસિડીની માહિતી પણ જાણી શકે છે અને સરકારને પણ ખ્યાલ રહે કે ખેડૂતોએ કયો પાક વાવ્યો છે આ ઉપરાંત તેઓને યોજનાની માહિતી, સબસિડી, લોન સહાય સહિતની સેવાઓ મળી કે નહીં અને મળી તો કેટલી મળી તેનું સીધું મોનિટરિંગ કરી શકશે.

આ માટે તેઓ ખેડૂતોના મોબાઈલ નંબરના આધારે એકાઉન્ટ બનાવશે અને આ એકાઉન્ટથી ખેડૂતની તમામ કામગીરી અને વિગતો પર નજર રાખશે. આ ઉપરાંત ખેડૂતોએ વાવેલા પાક વિશેની માહિતી, હવામાનના સંદેશ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોની પણ જાણકારી ખેડૂતોને આપશે.

આ સ્માર્ટફોન ખરીદવા માટે રાજ્ય સરકાર એક લાખ ખેડૂતોને 15 હજાર રૂપિયા સુધીની લોન આપી રહી છે એટલે કે ખેડૂતો 15 હજાર રૂપિયા સુધીનો કોઈપણ ફોન ખરીદી શકે છે. તમારે આ લોન કોઓપરેટિવ બેંક પાસેથી લેવાની રહેશે અને તમને જણાવી દઈએ કે આ લોન પર તમારે કોઈ વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં એટલે કે 0% વ્યાજે ખેડૂતોને લોન આપવામાં આવશે.

આ લોન લેવા માટે ખેડૂતોએ i-પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે અને જો એક લાખ કરતા વધુ અરજી થશે તો તેમાંથી ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં એક લાખ ખેડૂતની પસંદગી કરવામાં આવશે અને તેમને સ્માર્ટફોન ખરીદવા 0% વ્યાજે લોન આપવામાં આવશે.

Know Your Farmer યોજના વિશેની આ માહિતી આખી જાણવા માટે ઉપરનો વિડિયો જોઈ લ્યો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.