Top Stories
khissu

કુંવરબાઈ મામેરું યોજના / રૂપિયા 10,000 ની સહાય મળવાપાત્ર, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર

ગુજરાત રાજ્ય સરકારે ગરીબ પરીવારની દીકરીઓ માટે ઘણી યોજના અમલમાં મૂકી છે. જેમાં કુંવરબાઇનુ મામેરું યોજના છેલ્લા ઘણા સમયથી શરૂ છે. આ યોજનાની મદદથી ગરીબ અને મઘ્યમ વર્ગના પરિવારની દીકરીઓને 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન પ્રસંગ પછી સીધા તેના ખાતામાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આજની આ પોસ્ટમાં આપણે યોજનાની સંપૂર્ણ માહિતી જાણીશું. આ યોજનામાં કોણ લાભ લઈ શકે? કેટલા વર્ષની અંદર આ યોજનાનું ફોર્મ ભરી શકાય? ફોર્મ ઓનલાઈન છે કે ઓફલાઈન? તે અંગેનીતમામ માહીતી વિશે જાણીશું.

કુંવરબાઇ મામેરું યોજના:- ગુજરાત સરકારે આ કુંવરબાઇ મામેરું યોજના ડિજિટલ ગુજરાત અંતર્ગત હવે ઓનલાઇન કરી નાખી છે. હવેથી ગરીબ અને આર્થીક રીતે નબળા પરિવારોને સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહિ પડે. આ નિર્ણયથી ઘણા લોકોને ફાયદો થશે. સરકારની https://esamajkalyan.gujarat.gov.in/ નામની વેબસાઈટ પરથી લોકો સીધું ફોર્મ ભરી શકશે. પહેલા અરજદારે New Register જઈને લોગીન યુઝર આઈડી પાસવર્ડ બનાવીને લોગીન કરવાનું રહેશે.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
ગુજરાતમાં રહેતા અનુસુચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓને તેના લગ્ન પ્રસંગ પછી કુટુંબદિઠ બે કન્યાઓને મામેરા માટે 10,000 ની સહાય મળવાપાત્ર છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક 1,20,000 તેમજ શહેરી વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક 1,50,000 હોવી જરૂરી છે. લગ્નના બે વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકાય છે. લગ્ન થયાના ત્રીજા વર્ષથી આ યોજનાનો લાભ મળી શકશે નહિ. 

કુંવરબાઇ મામેરું યોજના હેઠળ મળવાપાત્ર સહાય:- આ યોજના અંતર્ગત સરકાર 10,000 રૂપિયાની સહાય કરે છે. કન્યાના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવે છે.

કન્યાના પુરાવા:
(1) રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની  પહોંચ
(2) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(3) જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
(4) લગ્ન કઈ તારીખે કર્યા ગામ?,  કોના પુત્ર સાથે?, પુન: લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
(5) કન્યા તથા કન્યાના પિતા શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી નું પ્રમાણપત્ર
(6) કંકોત્રી ની નકલ
(7) કન્યાના પિતા ની વાર્ષિક આવક અંગેનો દાખલો

કન્યાના પતિના પુરાવા:
(1) રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોચ
(2) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(3) જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
(4) કન્યાના પતિ હાલ શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
(5) કન્યા તથા પતિ એ અભ્યાસના કરેલ હોય તો જન્મતારીખ અંગેનો દાખલો 
(6) વર-વધૂનું લગ્ન સમયનો સંયુક્ત ફોટો

જો પરિણીતાનું બેંકમાં ખાતું ના હોય તો મેરેજ પછી સૌ પ્રથમ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા નું રહેશે, ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટના આધારે કન્યાના આધારકાર્ડમાં પતિ નું નામ ઉમેરવું. આધારકાર્ડમાં નામ ચડી ગયા પછી કન્યાનું પાનકાર્ડ કઢાવવાનું રહેશે. પાનકાર્ડ આવી ગયા બાદ કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. જન ધન યોજના અંતગર્ત FREE માં કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવી શકો છો.

www.esamajkalyan.gujarat.gov.in પર તમારા મેઈલમાં મળેલા યુઝર નામ અને પાસવર્ડ થી લોગીન કરી સ્ટેટ્સ જાણી શકો છો .જ્યાં સુધી તમારા બેંક ખાતામાં રૂપિયા જમા ના થાય ત્યાં સુધી જોતા રહેવું કારણ કે તમારા ડોક્યુમેન્ટમાં કઈ પણ ભૂલ હશે તો એ જે તે કચેરી દ્વારા તમારા સ્ટેટ્સ પર કવેરી મુકવામાં આવશે. કોઈ પણ કચેરીથી તમને ફોન કરી જણાવશે નહિ કે તમારે ફોર્મ ભરવામાં આ ભૂલ થઇ છે તેથી સ્ટેટ્સ જોતા રહેવું.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.