khissu

ગુજરાતમાં પણ હવે લાલજીભાઈને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે, નીતિનભાઈ પટેલ પણ પેટ પકડી હસી પડ્યા, સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયું

હાલમાં જ ૨૪ જાન્યુઆરીના રોજ બલિકા દિવસ હતો અને તે જ દિવસે ઉત્તરાખંડ રાજ્યમાં સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડ રાજ્યની મુખ્યમંત્રી બની હતી. આ જોઈને ઘણા રાજ્યોના લોકો ને પણ એક દિવસીય મુખ્યમંત્રી બનવાની ઈચ્છા જાગી રહી છે તેવામાં ગુજરાત રાજ્યમાં પણ એક વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રીને ફોન કરી એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની અપીલ કરી હતી.


જી હા મિત્રો, નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને લાલજીભાઈ વચ્ચે થયેલો ફોન રેકોર્ડ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ નિહાળી રહ્યા છે અને એકબીજાને શેર કરી રહ્યા છે. આ ફોન કોલ માં લાલજીભાઈ એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની વાત કરે છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખડખડાટ હસી પડે છે.


નાયબ મુખ્યમંત્રી ને ફોન કરીને લાલજીભાઈએ કહ્યું કે, સાહેબ હું લાલજી બોલું છું, હેબતપુર ગામ, ધોલેરા તાલુકાથી જેની વસ્તી છે ૧૦ થી ૧૨ હજારની, તો ઉત્તરાખંડમાં સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે મુખ્યમંત્રી બની હતી એમ મારે પણ ગુજરાતમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે, હું મુખ્યમંત્રી બનતા ની સાથે જ નાયક ફિલ્મની જેમ બધું સરખું કરી દઈશ. તમે મુખ્યમંત્રીને વાત તો કરજો કે લાલજીભાઈએ નવો વિચાર આપ્યો છે, આપણે કરવું છે આવું એમ.. થેન્ક યુ..