khissu

પહેલાં 5 વર્ષે ફ્રી પછી રૂ.૧૦૦ થી ૫૦૦ માં મળશે ભાડે જમીન / CM દ્વારા નવી બાગાયતી પોલિસી જાહેર

નમસ્કાર મિત્રો...

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ મંગળવારના રોજ નવી બાગાયતી પોલસી ની જાહેરાત કરી હતી.


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત માટે  ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીની બાગાયતી પોલિસી જાહેર કરી છે. ખેડવાણ જમીનમાં વધારો કરવાના હેતુ થી આ નિર્ણય લીધો છે. જેથી તેને 'બાગાયત વિકાસ મિશન' ની જાહેરાત કરી છે. તેમણે વિશેષ માં જણાવ્યું હતું કે ગુજરાત માં કુલ ૫૦ એકર જમીન ખેતલાયક નથી તેને ખેતીલાયક બનાવી તેમાં બાગાયત અને ઔષધીય પાકો લેવામા આવશે. જેથી ખેડૂતની આવક બમણી થશે અને ખેતીને પ્રાધાન્ય મળશે.


૩૦ વર્ષની મુદ્દત માટે સરકારી પડતર જમીનો બાગાયતી - ઔષધીય ખેતી માટે લીઝ પર આપશે. જમીન માટે પ્રથમ પાંચ વર્ષ માટે કોઈ ભાડું નહિ લેવાય. અને ત્યાર પછી ૧૦૦ રૂપિયા થી ૫૦૦ રૂપિયા ભાડું વચુલ કરવામાં આવશે ( ૬ થી ૩૦ વર્ષ દરમિયાન )


વિજયભાઈ રૂપાણી એ ખાસ કરીને જણાવ્યું હતું કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ જેવા ઉત્તર ગુજરાત ના જિલ્લામાં ઉપજાઉ જમીનનો આધુનિકતા થી ખેતીલાયક જમીનમાં પરિવર્તિત કરવામાં આવશે.


૧૯૬ લાખ હેકટર જમીન પૈકી ૯૮ લાખ હેકટર એટલે કે ૫૦% જમીન ખેતી હેઠળ આવેલ છે. ૨૦૧૯-૨૦ ના વર્ષમાં ૪.૪૬ લાખ હેકટર ફળ પાક વાવેતર સાથે  દેશમાં ૯.૨૦% ઉત્પાદનમાં મહત્વ નું પ્રદાન કરેલું છે.


ઉદ્દેશ્ય અને જમીન ફળવાણી:- 



૧) ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર દીઠ - પ્રતિ વર્ષ ૧૦૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયા ભાડું લેવાશે.
૨) કૃષિ બાગાયતી પાકોના ઉત્પાદન ને વધારી રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે.
૩) જમીન ફાળવણી નો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ની અધ્યક્ષ સ્થાને હાઇપાવર કમિટી કરશે.
૪) જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે.



આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારાં Facebook અને WhatsApp ગ્રુપ માં શેર કરો.