khissu

વધતી પેટ્રોલની કિંમતમાંથી મળશે છૂટકારો, Heroએ લોન્ચ કર્યું ધમાકેદાર ઇલેક્ટ્રિક સ્કૂટર

દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી લોકોના ખિસ્સા હળવા કરી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી દરેક વસ્તુ પર તેની અસર કરે છે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે સામાન્ય લોકોનું બજેટ બગાડવા લાગી છે કારણ કે કાર હોય કે બાઇક તેનો ઉપયોગ હવે ઘણો મોંઘો થઈ રહ્યો છે. પરંતુ તેનો પણ તોડ આવી ગયો છે, તે છે ઇલેક્ટ્રિક વાહન. 

Nyx-Hx ઇલેક્ટ્રિક સ્કૂટર
નોંધનિય છે કે, તેને ખરીદવામાં જ ખર્ચ થાય છે અને પછી તમને તેના ફાયદા મળવાનું શરૂ થાય છે. તેમાં ફક્ત ઇલેક્ટ્રિક મોટર અને બેટરી હોય છે, જે વીજળીથી ચાર્જ થાય છે. આ વાહનો લાંબી રેન્જ સાથે આવે છે અને મેન્ટેનેન્સ માટે પણ ખૂબ સસ્તા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને Hero Electric ના Nyx-Hx ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવીશું. 

1 ટાઈમ ચાર્જ કરવા પર 210 કિમી ચાલશે
હીરો ઈલેક્ટ્રીકનું આ સ્કૂટર હાલમાં કોમર્શિયલ ઉપયોગ માટે વેચાઈ રહ્યું છે અને તેને એક વાર ચાર્જ કરવા પર 210 કિમી સુધી ચલાવી શકાય છે. આ ઈ-સ્કૂટરના ઘણા વેરિયન્ટ્સ માર્કેટમાં વેચાઈ રહ્યા છે અને તેને ખાસ કરીને ફૂડ ડિલિવરી કંપનીઓને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યું છે. હીરો ઈલેક્ટ્રીકનું કહેવું છે કે કંપનીઓ તેમની જરૂરિયાતો અનુસાર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફેરફાર કરી શકે છે, જેમાં આગળ એક બકેટ અને પાછળ એક મોટું બોક્સ લગાવી શકાય છે.

એક્સ-શોરૂમ કિંમત રૂ. 63,900
સ્કૂટરને 600 અથવા 1300 વોટની ઇલેક્ટ્રિક મોટર્સની પસંદગી સાથે ઓફર કરવામાં આવે છે જે 51.2 વોટ્સ અથવા 30 Ah ની ત્રણ લિથિયમ-આયન બેટરી સાથે જોડાયેલી હોય છે. હીરો ઈલેક્ટ્રિકના આ સ્કૂટરમાં સ્કૂટર ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સ સિવાય સ્માર્ટફોન કનેક્ટિવિટી, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ રિમોટ સર્વેલન્સ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. 

આ ઈ-સ્કૂટરને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, LI, LI ER અને HS500 ER જેની દિલ્હીમાં પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 63,900 છે,  ટોપ મોડલ માટે આ કિંમત રૂ. 79,900 સુધી જાય છે. હાલમાં વધતા તેલના ભાવ માટે આ યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે.