khissu

સોનાના ભાવમાં ઘટાડો, ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજથી શૈક્ષણીક કાર્ય શરૂ, વગેરે માહિતી જાણો સંક્ષિપ્તમાં

અંબાલાલ પટેલની આગાહી :- અંબાલાલ પટેલે કહ્યું હતું કે 28 થી 29 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. 9 થી 11 તારીખ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.  હવામાન ખાતાએ ગુજરાતમાં ચોમાસુ મોડું બેસવાની આગાહી કરી છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસા ની શરૂઆત 20 જૂન પછી થશે. પરંતુ થોડા દિવસથી સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ છે. જેમાં અમદાવાદ, રાજકોટ, બોટાદ, જૂનાગઢમાં વરસાદ જોવા મળ્યો હતો. પંચમહાલ નાં ગોધરામાં પણ વરસાદ વરસ્યો હતો. અને જિલ્લાના ઘણા વિસ્તારમાં વરસાદનું આગમનનું થયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થયો હતો. રાજ્યના ઘણા જિલ્લામાં વાદળછાયું વાતવરણ જોવા મળ્યું હતું.

આજથી શરૂ થશે શૈક્ષણિક કાર્ય :- આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વર્ષે શૈક્ષણિક કાર્ય ગત વર્ષની જેમ જ રહેશે. ગયા વર્ષે વિદ્યાર્થીઓ ને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. જ્યાં સુધી સરકાર દ્વારા ઓફલાઇન વર્ગો ચાલુ કરવાની મંજૂરી ન મળે ત્યાં સુધી ઓનલાઇન વર્ગો ચાલુ રહેશે.

ખેડૂતો માટે ખુશીના સમાચાર :- IMD વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ આગામી 48 કલાકમાં ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, અને ઉત્તર પૂર્વના ભાગોમાં પહોંચી શકે છે. વધુમાં તેને જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં ચોમાસુ દક્ષિણ અરબી સમુદ્ર અને મધ્ય સમુદ્રનાં કેટલાક ભાગોમાં અને બંગાળની દક્ષિણ અને મધ્ય ખડી તરફ આગળ વધશે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 11જૂન દિલ્હીમા 27 જૂન, ચંદીગઢ માં 28 જૂન નાં રોજ દસ્તક આપશે. હવામાન વિભાગ નો અંદાજ છે કે આ વખતે વરસાદ સમાન્ય કરતા 101 ટકા સારો રહેશે. તેથી 4 ટકા ઓછો અથવા વધુ પડવાની શક્યતાઓ રહેશે. જ્યારે સ્કાયમેટ અનુસાર ચોમાસાએ દેશમાં એન્ટ્રી કરી દીધી છે. ખાનગી એજન્સી સ્કાયમેટે રવિવારે જણાવ્યું હતું કે ચોમાસુ કેરળ પહોંચ્યું છે. સામાન્ય રીતે 1 જૂને ચોમાસુ કેરળ પહોંચે છે પરંતુ આ વખતે 2 દિવસ પહેલા જ આવી ગયું છે.

રસીકરણ :- કોરોના મહામારી ની બીજી લહેર ને નાકામ કરવા દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ છે. રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. એવામાં લાભાર્થીને રસીકરણ સ્લોટ બુક કરાવવા માટે કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવતી વખતે કેપ્ચા કોડ દાખલ કરવો નહિ પડે. જેથી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં તેજી આવશે. હવે પોર્ટલ પર રજીસ્ટર કરાવતી વખતે હવે લાભાર્થીઓને એક ચાર ડીજીટનો કોડ આપવામાં આવી રહ્યો છે. જે પોતાના નિર્ધારિત રસીકરણ કેન્દ્ર પર બતાવવો પડશે.

કૃષિ સમાચાર :- મગફળીની બજારમાં શનિવારે ઘટાડો હતો અને મણે રૂ.૧૦ નીકળી ગયા હતા. ઉનાળુ મગફળીની વેચવાલી વધી રહી છે અને બીજી તરફ પિલાણ મિલોની લેવાલી ઓછી હોવાથી પિલાણ મગફળીનાં ભાવ જ વધારે ઘટ્યાં છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. તો ઘઉં  બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉંની આવકો ગુજરાતમાં હવે મર્યાદીત થઈ રહી છે, પંરતુ સામે લેવાલી પણ ખાસ ન હોવાથી ભાવમાં શનિવારે ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં જો લેવાલી આવશે તો બજારો સુધરી શકે છે, નહીંતર ભાવમાં કોઈ મોટી 
મુવમેન્ટ ટૂંકાગાળા માટે દેખાશે નહીં.

કોરોના અપડેટ :- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના નાં 996 કેસો નોંધાયા છે. તો 15 લોકોના સંક્રમણ થી મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં કોરોના ની બીજી લહેરમાં કોરોના નાં કેસ કરતા આજે સાજા થનાર નો આંકડો વધુ છે. નવા કેસોની સામે ગઈ કાલે ગુજરાતમા 3,004 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,85,378 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આમ, દિવસે ને દિવસે એક્ટિવ કેસના અંકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં 1,81,78,319 લોકોનું કુલ રસીકરણ થયું છે. ગઈ કાલે 2,63,507 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

બજાર હલચલ :- માર્કેટમાં પાછલા બે દિવસથી સોનાની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યાં જ ચાંદીની કિંમતમાં પણ સતત ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યાં સોનાનાં ભાવની વાત કરીએ તો સોનાના ઉચ્ચતમ ભાવથી લગભગ 8000 રૂપિયા નીચે જતું રહ્યું છે. 7 ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56,200 પ્રતિ રૂપિયા 10 ગ્રામના ભાવને વધી હતી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર રેટ અને તમારા શહેરમાં 500 થી 1000 રૂપિયાનું અંતર હોય શકે છે. સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. BIS CARE APP જેના દ્વારા ગ્રાહક સોનાની શુદ્ધતા તપાસી શકે છે.

બેંક ફેરફાર :- SBI એ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે પોતાના ખાતા ધારકો માટે સવારે 10 થી સાંજના 4 સુધી બેંકનું કામકાજ ચાલુ રહેશે. એક જૂનથી જ આ નિયમ લાગુ થઈ ગયો છે. કોરોના નાં કેસ વધતા બેંકના કામકાજ નાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોના નાં કેસમાં ઘટાડો થવાના કારણે કામકાજનો સમય વધારી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ PPF, NSC, KVP અને સુકન્યા સમૃધ્ધિ જેવી નાની સેવિંગ સ્કીમના વ્યાજના દરમાં પણ આ મહિને ફેરફાર થવાની શક્યતા છે. સરકાર તરફથી દર  3 મહિને સ્મોલ સેવિંગ સ્કીમના નવા વ્યાજ દર લાગુ કરવામાં આવતા હોય છે. 30 જૂને નવા ફેરફાર આવે તેવી શકયતા છે.

ટેકસની વાત :- સરકારે (ITR) ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા લોકો માટે નિયમો કડક બનાવ્યા છે. જે અંતર્ગત હવે ITR ફાઇલ ન કરવા બદલ ડબલ TDS ચૂકવવો પડશે. નવા નિયમોના અનુસાર જે લોકોએ ITR ફાઇલ નથી કર્યું તેમના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ પણ વધારવામાં આવશે. 1 જુલાઈ 2021 થી પીનલ TDS અને TDS નો દર 10 થી 20 ટકા હશે. જે સામાન્ય રીતે 5-10 ટકા જ હોય છે. તે ઉપરાંત આજે ITR ની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે આજથી નવી વેબસાઈટ http://www.incometax.gov.in લોંચ કરી છે જેમાં ઘણા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ પ્રભાવિત ફીચર એ છે કે ડેસ્કટોપ પોર્ટલની તમામ જરૂરી સુવિધાઓ મોબાઈલ એપમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સૌથી મોંઘી માટી :- મંગળના ગ્રહ પરથી એકઠી કરવામાં આવેલી માટી હવે પૃથ્વી પર લાવવામાં આવી રહી છે. જો આ પ્લાન સફળ થશે તો આ માટી પૃથ્વી પરનો સૌથી મોંઘો પદાર્થ બની જશે. નાસા એ લાલ ગ્રહ પર એટલે કે મંગળ ગ્રહ પર પ્રાચીન કાળમાં જીવન હતું કે નહિ તે તપાસ કરવા માટે બે પાઉન્ડ એટલે કે એક કિલો જેટલી માટી પૃથ્વી પર લાવવાનું નક્કી કર્યું છે. હાલ નાસા કંપની  ત્રણ મિશન પર નવ અબજ ડોલર ખર્ચ કરવાની છે. બીજી તરફ કહીએ તો મંગળ પરની માટી ધરતી પર આવી તો તેની પાછળ થનાર ખર્ચ બે પાઉન્ડ સોનાની કિંમત કરતાં બે લાખ ગણો વધુ હશે.

દરરોજની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિ  જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.